અદાણી ગ્રૂપે તેના ડિરેક્ટરો વિરુદ્ધના આરોપોને ફગાવી દીધા
(એજન્સી)નવી દિલ્હી, અદાણી ગ્રૂપે તેના ડિરેક્ટરો વિરુદ્ધના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, ગ્રુપના કેટલાક ડિરેક્ટર્સ એટલે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર ેંજી ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટના ઉલ્લંઘનનો આરોપ છે, આવું કહેવું ખોટું છે.
અદાણી ગ્રીન એનર્જીએ આજે બુધવારે સ્ટોક એક્સચેન્જને લખેલા પત્રમાં આ માહિતી આપી છે. કંપનીએ જણાવ્યું કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ડિપાર્ટમેન્ટ આૅફ જસ્ટિસ ઇન્ડક્ટમેન્ટ અથવા યુએસ સેક સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં એફસીપીએના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
કંપનીનું કહેવું છે કે, ડીઓજેના આરોપમાં એવો કોઈ પુરાવો નથી કે અદાણીના અધિકારીઓએ ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપી હતી અને આરોપ-ફરિયાદ માત્ર એવા દાવા પર આધારિત છે કે, લાંચનું વચન આપવામાં આવ્યું હતું અથવા તેની ચર્ચા કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, કંપનીએ એક્સચેન્જને જાણ કરી કે અમારા આ ડિરેક્ટરો પર ત્રણ મુદ્દાઓ પર ફોજદારી આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં કથિત સિક્યોરિટીઝ છેતરપિંડીનું કાવતરું, કથિત વાયર છેતરપિંડીનું કાવતરું અને કથિત સિક્યોરિટીઝ છેતરપિંડીનો સમાવેશ થાય છે.