અદાણીએ સીએનજીના ભાવમાં ૧.૪૯ રૂપિયાનો કરેલો વધારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/Adani1.webp)
અમદાવાદ, આમ જનતા પર ફરી ગ્રાહકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. બુધવારે અદાણી દ્વારા પીએનજી ગેસ વધારો કરાયા બાદ હવે CNGની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદીઓ પર CNGની કિંમતમાં ૧.૪૯ રૂપિયાનો વધારો કરાયો છે. CNGનો કિલોદીઠ ભાવ હવે ૮૭.૩૮ રૂપિયા થયો છે.
અગાઉ CNGનો કિલોદીઠ ભાવ ૮૫.૮૯ રૂપિયા હતો. અદાણીએ CNGની કિંમત કિલોદીઠ ૧.૪૯ રૂપિયા વધારી છે. જાેકે, આ ભાવવધારો વાહનચાલકોને ભારે પડી રહેશે.
રીક્ષા ચાલકો પહેલેથી જ ગેસમાં વધેલા ભાવોથી પરેશાન છે. આવામાં આ ભાવવધારો તેમની કમર ભાંગી નાખશે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે CNG ગેસમાં ૧.૯૯ રૂપિયાનો ભાવ વધારો હતો. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.
લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે.
કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જાેવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.
રિક્ષાચાલકોએ ભાવ વધારા સામે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમનું કહેવું છે કે જે લોકો રિક્ષા અને CNG વાહનના ઉપયોગથી ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે તેમની કફોડી હાલત થઈ ગઈ છે. એક તરફ ગ્રાહકો ઊંચા ભાડ આપવાનો ઈનકાર કરી રહ્યા છે તેવામાં અમારે મોંઘો CNG ભરાવ્યા પછી કમાણી કરવાના ફાંફાં પડી રહ્યા છે.
આવામાં ફરી એકવાર મિનિમમ ભાડામાં વધારો કરવાની માંગ ઝ્રદ્ગય્ રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવી શકે છે. રિક્ષાચાલકોએ બેટરીવાળા વાહનોને પ્રોત્સાહન આપવા માટે CNGના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
રિક્ષાચાલકો કહે છે કે, પહેલા પ્રદૂષણના કારણે પેટ્રોલથી ચાલતી રિક્ષાઓ બંધ કરવામાં આવી હવે બેટરીવાળા વાહનોને પ્રોત્સાહન આપવા માટે CNGના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.SS1MS