બનાસકાંઠામાં ગૌતમ અદાણીએ બાળપણના સ્મરણો વાગોળ્યા
પાલનપુર, બનાસકાંઠામાં આવેલા વિદ્યા મંદીર ટ્રસ્ટ(પાલનપુર)ની ૭૫મી જયંતિના અવસર પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતનો સમય આવી ગયો છે અને આગામી ચાર-પાંચ દશક સુધી તે વિશાળ તકોની ભૂમિ તરીકે ઓળખાશે.
ભારત પાસે વધુ ૧૦૦ અદાણી ગ્રુપ સ્થાપિત કરવાની ક્ષમતા છે. વેપાર માટે આજના સમયમાં ભારત કરતા વધારે યોગ્ય દેશ કોઈ નથી. ગૌતમ અદાણીએ પોતાની કંપની સોલર પાવર, એરપોર્ટ ઓપરેશન, ઉર્જા ક્ષેત્રમાં તેમજ સિમેન્ટ ઉત્પાદનમાં આટલી આગળ કેવી રીતે આવી તે સફરની પણ વાત કરી હતી.
ગૌતમ અદાણી જણાવે છે કે, જે લોકતંત્રનો સારો સમય આવી જાય છે તેને આગળ વધવાથી કોઈ રોકી નથી શકતું અને ભારત માટે તે સમય આવી ગયો છે. આપણા દેશમાં અદ્ધભુત અને વિશાળ તકો છે અને આગળ પણ રહેશે. અદાણી ગ્રુપ ભારતના સફળ વેપારોમાં માત્ર એક ભાગ છે.
ગૌતમ અદાણીએ બનાસકાંઠામાં પસાર કરેલા સમયને પણ યાદ કર્યો. તેમણે જણાવ્યું કે, બનાસકાંઠામાં મારું જે બાળપણ પસાર થયું તેના કારણે મારી સામાજિક વર્તણૂક ઘડાઈ અને મારા માતા-પિતાને કારણે મને જીવનના મૂળ સિદ્ધાંતો શીખવા મળ્યા.
મારા જેવા લોકો માટે સૌથી મોટો ફાયદો એ હોય છે કે, અમારી પાસે ગુમાવવા માટે કંઈ નથી હોતું. આ માન્યતા આપણી શક્તિ છે. મારે કોઈ વારસો આગળ વધારવાનો નહોતો, મારી પાસે પોતાની જાતને સાબિત કરવાની તક હતી. ગૌતમ અદાણીએ એક ટ્રેડર તરીકે કામની શરુઆત કરી હતી, આજે તેમનો વેપાર અનેક ક્ષેત્રોમાં વિસ્તરેલો છે.
તેઓ જણાવે છે કે, ઘણી વાર એવુ બન્યું કે હું રસ્તો ભટકી ગયો, નીચે પડ્યો. પરંતુ જ્યારે પણ હું રસ્તો ભૂલ્યો હું ફરીથી ઉઠી શક્યો હતો. પોતાના પગ પર ફરીથી ઉભા થવાની ઈચ્છાશક્તિ એક ઉદ્યોગસાહિસકની ઓળખ છે. મુન્દ્રા પોર્ટ વિશે વાત કરતાં ગૌતમ અદાણીએ જણાવ્યું કે, જ્યારે ૧૯૯૫માં ગુજરાત સરકારે પોતાના દરિયાકિનારાને વિકસિત કરવાનો ર્નિણય લીધો ત્યારે આ મોટી તક મળી હતી.
ગુજરાત સરકારે કોમર્શિયલ પોર્ટ બનાવવા માટે અમારી સાથે ભાગીદારી કરી અને બાકીનો ઈતિહાસ તમે જાણો છો. વર્ષ ૨૦૦૫માં ગુજરાત સરકારે જ્યારે જીઈઢ પોલિસીની જાહેરાત કરી ત્યારે બીજી તક મળી. અમારા બંદરની આસપાસ જે જમીન બેકાર હતી તે હવે એક મિલકત છે. અને અમે તે તકનો પણ લાભ લીધો.SS1MS