Western Times News

Gujarati News

અદાણી વિશ્વના અમીરોની યાદીમાં ૬૦૯માં નંબરે હતા, હવે બીજા નંબર પર કેવી રીતે આવ્યા

નવી દિલ્હી, ભારત જાેડો યાત્રાના સમાપન બાદ રાહુલ ગાંધી ફરી ગૃહની કામગીરીમાં સક્રિય દેખાયા હત. આજે તેમણે લોકસભામાં સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે પણ રાજકારણી છો, હું પણ રાજકારણી છું. આજના રાજકારણમાં આપણે આપણી જૂની પરંપરા ભૂલી ગયા છીએ. પહેલા આપણે પગપાળા યાત્રા કરતા, હવે ગાડીમાં મુસાફરી કરીએ છીએ. પરંતુ જ્યારે પગપાળા ચાલુ છુ ત્યારે જ જનતા સાથે વાત કરવાનો મને મોકો મળે છે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્ર પર પ્રહારો કરતા નિશાન સાધ્યું અને ભારત જાેડો યાત્રાના અનુભવો પણ શેર કર્યા હતા. તેમણે કહ્યું કે ‘ભારત જાેડો યાત્રા’ દરમિયાન ચાલતી વખતે કોંગ્રેસે લોકોનો અવાજ સાંભળ્યો અને પાર્ટીએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. કોંગ્રેસે યાત્રા દરમિયાન બાળકો, મહિલાઓ અને વડીલો સાથે વાત કરી હતી. લોકોએ તેમની પીડા અમારી સામે વ્યક્ત કરી હતી.

લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ૨૦૧૪માં અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ૬૦૯માં નંબરે હતા, ખબર નહીં જાદુ થયો અને તે બીજા નંબર પર આવી ગયા. પીમ મોદી અને અદાણી વચ્ચે સંબંધ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા. તેમણે કહ્યું કે અદાણી માટે એરપોર્ટના નિયમો બદલાયા અને તે નિયમ કોણે બદલ્યા તે પણ મહત્વનું છે. નિયમ એવો હતો કે જાે કોઈ વ્યક્તિ એરપોર્ટના વ્યવસાયમાં ન હોય તો તે એરપોર્ટ અંગેના કરાર કરી શકે નહીં. ભારત સરકારે અદાણી માટે આ નિયમ બદલ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, યાત્રા દરમિયાન જ્યારે યુવાનોને તેમની નોકરી વિશે પૂછવામાં આવ્યું તો ઘણાએ કહ્યું કે તેઓ બેરોજગાર છે અથવા ઉબેર પર રીક્ષા ચલાવે છે, ખેડૂતોએ પીએમ-વીમા યોજના હેઠળ પૈસા ન મળવાની પણ વાત કરી હતી. આદિવાસીઓ પાસેથી તેમની જમીન હડપી લેવામાં આવી છે. લોકોએ અગ્નિવીર યોજના વિશે પણ વાત કરી હતી. નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, અગ્નિવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય તરફથી આવી છે, આર્મી તરફથી આવી નથી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં ચર્ચામાં ભાગ લીધો હતો. રાહુલે કહ્યું કે ભારત જાેડો યાત્રાથી ઘણું શીખવા મળ્યું. આ દરમિયાન જનતા સાથે વાત કરવાનો મોકો મળ્યો. આજકાલ રાજકારણીઓ વતી ચાલવાની પ્રથા ઘટી ગઈ છે. રાહુલે કહ્યું કે યાત્રા દરમિયાન લોકો આવતા હતા અને કહેતા હતા કે તેઓ બેરોજગાર છે. હજારો ખેડૂતો પણ અમારી પાસે આવ્યા. પીએમ બીમા કિસાન યોજના વિશે જણાવ્યું. ખેડૂતોએ જણાવ્યું કે તેમને વીમાના પૈસા મળતા નથી. ખેડૂતોએ એમ પણ કહ્યું કે તેમની જમીન છીનવાઈ રહી છે. રાહુલે કહ્યું કે લોકો અગ્નિવીર વિશે પણ વાત કરે છે.

સરકારે કહ્યું કે અગ્નિવીરથી લોકોને ફાયદો થશે, પરંતુ દેશના યુવાનો તમારી સાથે સહમત નથી. રાહુલે કહ્યું કે લોકો અગ્નિવીર વિશે પણ વાત કરે છે. સરકારે કહ્યું કે અગ્નિવીરથી લોકોને ફાયદો થશે. પરંતુ દેશના યુવાનો તમારી સાથે સહમત નથી. વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે આ યોજના સેનાને નબળી પાડશે. રાહુલે કહ્યું કે આરએસએસ અને અજીત ડોભાલે આ સ્કીમ અમલમાં મૂકી. રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીના મુદ્દે મોદી સરકાર પર સીધો પ્રહાર કર્યો હતો. રાહુલે કહ્યું કે તમિલનાડુથી લઈને મધ્યપ્રદેશ સુધી બધાના નામ એક જગ્યાએ સાંભળવા મળી રહ્યા છે. ગૌતમ અદાણી… આ નામ આખા ભારતમાં સંભળાય છે. જ્યારે લોકો મારી સાથે આ નામ વિશે વાત કરતા હતા, ત્યારે તેઓ પ્રશ્નો પૂછતા હતા. લોકો પૂછતા હતા કે અદાણી કોઈપણ વ્યવસાયમાં પ્રવેશ કરે છે અને સફળ થાય છે. યુવકે પૂછ્યું કે આ કેવી રીતે થઈ રહ્યું છે.

૨૦૧૪ થી ૨૦૨૨ સુધી ૮ મિલિયન ડોલરથી ૧૪૦ મિલિયન ડોલર કેવી રીતે થયા. ૨૦૧૪ માં, તેઓ વિશ્વના સૌથી અમીર લોકોમાં ૬૦૯માં સ્થાને હતા. જાદુ થયો અને તેઓ બીજા નંબરે પહોંચ્યા. લોકોએ મને પૂછ્યું કે હિમાચલમાં જ્યારે સફરજનની વાત આવે છે ત્યારે તે અદાણી છે, કાશ્મીરમાં જ્યારે સફરજનની વાત આવે છે ત્યારે તે અદાણી છે… જ્યારે બંદરોની વાત આવે છે, ત્યારે તે અદાણી છે. લોકોએ એ પણ પૂછ્યું કે અદાણી આટલા સફળ કેવી રીતે થયા. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને ખબર હોવી જાેઈએ કે અબજાેપતિ ઉદ્યોગપતિની પાછળ શું શક્તિ છે.

રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે પીએમ મોદી સાથે અદાણીના કેવા સંબંધો છે. આ દરમિયાન તેણે અદાણીની તસવીર સાથેનું પોસ્ટર પણ બતાવ્યું, જેના પર સ્પીકર ઓમ બિરલાએ તેમને રોક્યા. રાહુલે કહ્યું કે જ્યારે મોદીજી ગુજરાતના સીએમ હતા ત્યારે બંને વચ્ચે સારા સબંધ હતા. જ્યારે ભારતના મોટા ભાગના ઉદ્યોગો પીએમને પ્રશ્ન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિ પીએમ સાથે ખભે ખભા મિલાવીને ઊભો હતો. જ્યારે પીએમ દિલ્હી આવ્યા અને ફરી ૨૦૧૪માં અસલી જાદુ શરૂ થયો.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે થોડા વર્ષો પહેલા સરકારે વિકાસ માટે એરપોર્ટ આપ્યા હતા. આમાં એક નિયમ હતો કે જેણે પહેલા એરપોર્ટનો બિઝનેસ નથી કર્યો તે આ કામ ન કરી શકે. મોદી સરકારે અદાણી માટે આ નિયમ બદલ્યો.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.