દિલ્હીની વીજળી અદાણીને ના આપી એટલે જેલમાં નાખી દીધો: કેજરીવાલ
નવી દિલ્હી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે, જ્યારે હું સીએમ હતો ત્યારે મારા પર દિલ્હીની વીજ કંપનીઓ અદાણીને સોંપવાનું દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે મેં ના પાડી ત્યારે હું વિચારતો હતો કે કદાચ આ કારણે જ મને જેલમાં મોકલવામાં આવ્યો છે.
ભાજપને મારો પડકાર છે કે તેઓ જાહેર કરે કે જો તેઓ સત્તામાં આવશે તો તેઓ અદાણીને પાવર કંપનીઓ નહીં સોંપે. તેઓએ (ભાજપ) દિલ્હીમાં મોટા પાયે મત કાપવાનું ષડયંત્ર શરૂ કર્યું છે, મારી પાસે પુરાવા અને સાક્ષીઓ છે. ૨ દિવસ રાહ જુઓ, હું તમને ખુલ્લા પાડીશ.
હું દેશને કહીશ કે તમે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી કેવી રીતે જીતી, તમે ઈમાનદારીથી ચૂંટણી જીતી નથી.’દિલ્હીના કાયદો અને વ્યવસ્થા પર બોલતા કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની કાયદો અને વ્યવસ્થા ભાજપ માટે કોઈ મુદ્દો નથી.
સામાન્ય માણસની સલામતીથી તેમને કોઈ ફરક પડતો નથી શું સામાન્ય માણસની જિંદગી વીઆઈપીના જીવ કરતાં ઓછી કિંમતી છે? હું ભાજપને કહું છું કે તમે ઈચ્છો તેટલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની ધરપકડ કરો, મારા પર હુમલો કરો, પરંતુ હું સામાન્ય માણસની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતો રહીશ.’
અરવિંદ કેજરીવાલે અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પરના હુમલાની નિંદા કરી અને મોટી દુર્ઘટનાને ટાળવા બદલ પંજાબ પોલીસની પ્રશંસા કરતા કહ્યું કે, પંજાબ પોલીસે માત્ર દુર્ઘટનાને ટાળી નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું ઉદાહરણ પણ સ્થાપિત કર્યું.‘ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરી, દિલ્હીમાં વેચાણ’કેજરીવાલે કહ્યું, ‘ગુજરાત ડ્રગ્સનો અડ્ડો બની ગયું છે. અમે આ નથી કહી રહ્યા, ચૂંટણી પંચે કહ્યું છે કે, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સની ફેક્ટરી ચાલી રહી છે.
ગુજરાતમાંથી દિલ્હીમાં ડ્રગ્સ આવી રહ્યું છે. દિલ્હીના ખૂણે ખૂણે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં નશાનું વ્યસન ઘણું વધી ગયું છે. આખી રાજધાની ગુંડાઓના કબજામાં છે.હું ચૂપ બેસીશ નહીં…કેજરીવાલે કહ્યું કે, ‘રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. ત્યારે ભાજપ ચુપ છે.
આ જવાબદારી ગૃહમંત્રી અમિત શાહની છે, પરંતુ ગૃહમંત્રી પોતાના ઘરમાં સૂઈ રહ્યા છે. ભાજપ મારા પર ગમે તેટલા હુમલો કરે પરંતુ હું દિલ્હીની જનતાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતો રહીશ.’SS1MS