અદાણી વિલ્મરે ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ આખા ઘઉંની શ્રેણીમાં પ્રવેશ કર્યો
ફોર્ચ્યુનના શરબતી, પૂર્ણા 1544, લોકવન અને એમપી ગ્રેડ 1ના આખા ઘઉં દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ઉપલબ્ધ થશે -વિશ્વાસ, શુદ્ધતા અને પ્રીમિયમ કેટેગરી સાથે આખા ઘઉના બજારમાં નવા યુગની શરૂઆત
અમદાવાદ, ભારતની સૌથી મોટી ફૂડ FMCG કંપનીઓમાંની એક અદાણી વિલ્મરે તેની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ આખા ઘઉંની શ્રેણીમાં પ્રવેશની જાહેરાત કરી છે.
કોમોડિટાઇઝ્ડ કેટેગરીમાં અદાણી વિલ્મરની આ એકમાત્ર રાષ્ટ્રીય કંપની દેશમાં સૌથી વધુ પ્રીમિયમ ઘઉંની જાતો શરબતી, પૂર્ણા 1544, લોકવન અને એમપી ગ્રેડ- 1 ના શુદ્ધતા સાથે પૂરા પાડવાની ખાતરી આપે છે. Adani Wilmar Enters Whole Wheat Category, Setting the Gold Standard for Authenticity and Purity
ફોર્ચ્યુન સમગ્ર ભારતમાં આખા ઘઉં માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરશે અને શરબતી વેરિઅન્ટ માટે પ્રખ્યાત મધ્યપ્રદેશના સિહોર જેવા પ્રદેશોમાંથી શ્રેષ્ઠ સોર્સિંગ સાથે અલગ તરી આવશે. વિશિષ્ટ કૃષિ-આબોહવા અને ખેતીની આગવી સૂઝના કારણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઘઉંનું ઉત્પાદન થાય છે. તેની રોટલીમાં સોનેરી રંગ, નરમાશ, મીઠાશ અને સ્વાદમાં શ્રેષ્ઠ હોય છે. વિવિધતાની શુદ્ધતા સુનિશ્ચિત કરતી આખા ઘઉંની આ જાતો AWLના લક્ષ્યાંકોને પૂર્ણ કરે છે.
પ્રોડક્ટ લોન્ચ વિશે વાત કરતાં અદાણી વિલ્મરના માર્કેટિંગ અને સેલ્સનાં એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ વિનીત વિશ્વંભરને જણાવ્યું હતું કે “દેશના પશ્ચિમ અને ઉત્તરમાં પરંપરાગત ઘઉંના ગુણો જાણતાં ગ્રાહક પરિવારો પોતાની પસંદગીના ઘઉંની જાતો વિશે ખૂબ જ ચીવટ ધરાવે છે અને નજીકની ચક્કી કે સ્ટોર્સમાંથી મેળવતા હોય છે.
ફોર્ચ્યુન આખા ઘઉંની શ્રેણી ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત અને વિવિધતાની ખાતરી સાથે મનગમતા ઘઉં આપશે. બજારમાં વાસ્તવિક અને ભેળસેળ રહિત આખા ઘઉંના વિકલ્પો અનિવાર્ય છે. ત્યારે અમારી પ્રોડક્ટ્સ સમગ્ર દેશમાં ગ્રાહકોને આરોગ્યપ્રદ અને ભેળસેળ રહિત ઘઉંની જરૂરિયાત પૂરી પાડશે.”
વિશ્વાસ, શુદ્ધતા અને પ્રીમિયમનેસ ‘ફોર્ચ્યુન’ બ્રાન્ડના આધારસ્તંભો છે. તેનો ઉદ્દેશ્ય પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરી ગ્રાહકોને વિશિષ્ટ પસંદગીઓ પૂરી પાડવાનો છે. કંપની બજારમાં હિસ્સો વધારવા અને નવી દિલ્હી, મુંબઈ, પુણે, સુરત અને અમદાવાદ જેવા હાઈ-વેલ્યુ મેટ્રો બજારોમાં પ્રેઝન્સ વિસ્તારવાનું લક્ષ્ય રાખે છે.