અદાણી વિલ્મરે મહિલાઓ સાથે સિંદૂર ખેલાની ઉજવણી કરી- દુર્ગા પૂજાના તહેવારને આનંદમય બનાવ્યો
માં દુર્ગાની આરાધના કરતા દુર્ગા પૂજાના અંતિમ દિવસે મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતી પરંપરા ‘સિંદુર ખેલા’ કે જેમાં સ્ત્રીઓ આનંદપૂર્વક એક-બીજાને સિંદુર લગાવી શુભેચ્છાઓ પાઠવતી જોવા મળે છે, જે સ્ત્રી શક્તિ અને દેવી દુર્ગા દ્વારા દૈવી ઊર્જાનું પ્રતિક છે. જેમાં દેવી માંને મીઠાઈઓ, પાન અને સિંદૂર અપર્ણ કરવામાં આવે છે.
આ તહેવારની સિઝનમાં દેશની ટોચની એફએમસીજી કંપની અદાણી વિલ્મર અમદાવાદ અને પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના પંડાલોમાં પોતાની સ્થાનિક રીતે ડિઝાઈન કરેલી અલાઈફ સોપ હેમ્પર્સ દ્વારા સિંદૂર ખેલાની ઉજવણીનું આયોજન કર્યુ હતું. આ ભવ્ય ઉજવણીમાં અદાણી વિલમરે પારંપારિક બંગાળી ડેકોરેશન સાથે વાયબ્રન્ટ સ્ટોલ ઉભા કર્યા હતાં.
તહેવારની સાચી ભાવના દર્શાવતા સિંદુર ખેલામાં ભાગ લેતી મહિલાઓને અલાઇફ સોપ હેમ્પર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક પરંપરાના પ્રતીક તરીકે હેમ્પર્સમાં પરંપરાગત શિંગોડા પાન, અલાઈફના સાબુ અને સિંદુર પાઉચ સાથે સ્વાદિષ્ટ મિષ્ટી (મીઠાઈ) સમાવિષ્ટ હતી.
દુર્ગા પૂજા ઉત્સવમાં આ પહેલ અંગે ટિપ્પણી કરતાં, અદાણી વિલ્મરના માર્કેટિંગ અને સેલ્સના એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વિનીત વિશ્વંભરે જણાવ્યું હતું કે, “દુર્ગા પૂજાના અંતિમ દિવસે જોવા મળતી જીવંત અને સાંસ્કૃતિક રીતે નોંધપાત્ર પરંપરા સિંદૂર ખેલા છે, જ્યાં મહિલાઓ એકજૂટ થઈ દેવી માંને વિદાય આપે છે. ઝડપથી અપનાવવામાં આવેલી બ્રાન્ડ ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં, અમે પૂજાની ભાવનાને બિરદાવતા ‘સિંદૂર ખેલા’ની ઉત્સાહપૂર્વક ઉજવણીનો ભાગ બનવાનું નક્કી કર્યું હતું.”
અદાણી વિલ્મર, તેના અલાઇફ પોર્ટફોલિયો હેઠળ સાબુ અને લિક્વિડ હેન્ડવોશ ઓફર કરે છે. અલાઇફ સાબુ તેની યુનિક ગુણવત્તા અને સ્કીન ફ્રેન્ડલી ગુણધર્મો માટે પ્રખ્યાત છે. તેના જેન્ટલ ફોર્મ્યુલેશન માત્ર અસરકારક સફાઈની જ નહીં પરંતુ ત્વચાના pH સંતુલન અને મોઈશ્ચરનું સ્તર જાળવી રાખી તમારી ત્વચાની સુખાકારીને પ્રાથમિકતા આપે છે.
કંપની મુંદ્રા ખાતેના તેના સંકલિત અત્યાધુનિક ઓઈલ રિફાઇનિંગ પ્લાન્ટમાં ભારતની સૌથી મોટા સાબુના ઉત્પાદનની સુવિધા ધરાવે છે, તેની બ્રાન્ડ અલાઇફ સાથે અપસ્ટ્રીમ વેલ્યુ એડેડ પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં પ્રવેશ માટે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કાચો માલ સુનિશ્ચિત કરે છે. Alife સાબુને તેની ઉચ્ચ ગુણવત્તા અને અફોર્ડેબલ કિંમત માટે ગ્રાહકો દ્વારા અપનાવવામાં આવી છે જેનાથી તે ટૂંકા ગાળામાં 150 કરોડથી વધુની બ્રાન્ડ બની છે.
શરૂઆતમાં મધ્ય અને પૂર્વ ભારતમાં લોન્ચ કરાયેલ, બ્રાન્ડે તેની પ્રોડક્ટની ગુણવત્તા, પોષણક્ષમતા અને અનન્ય સુગંધને કારણે ઝડપથી લોકપ્રિય બની છે. AWL હવે તેની મજબૂત જાહેરાત અને માર્કેટિંગ ઝુંબેશ સાથે અલાઇફ સોપ રેન્જ સમગ્ર ભારતમાં રજૂ કરવાની પ્રક્રિયામાં છે.
અલાઇફ સાબુ 100 ગ્રામ અને 58 ગ્રામના બંડલ પેકમાં ઉપલબ્ધ છે જેમાં ગ્લિસરીન સાબુ સાથે લાઈમ, રોઝ, સેન્ડલ અને લીલીનો સમાવેશ થાય છે. અલાઇફ સોપ માટે નવા ટીવી કોમર્શિયલ ‘ખૂબસુરતી કા જાદુ’નું તાજેતરનું લોન્ચિંગ એ અદાણી વિલ્મર માટે વધુ એક મહત્વનું પગલું છે, કંપની દ્વારા ઉચ્ચ-ગુણવત્તાવાળા કન્ઝ્યુમર ગુડ્સ પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોને વિસ્તરણ કરવાનું જારી છે.