એડ-શોપ ઈ-રિટેલનો રૂ. 48.90 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ 17 ઓગસ્ટે ખૂલશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/addshop.jpg)
રાઈટ્સ ઈશ્યૂ શેરદીઠ રૂ. 54ના ભાવનો રહેશે જે 11 ઓગસ્ટના રોજ રૂ. 84.25ના બંધ શેર ભાવના 36 ટકા ડિસ્કાઉન્ટ પર છે. રાઈટ્સ ઈશ્યૂ 17 ઓગસ્ટે ખૂલશે અને 30 ઓગસ્ટે બંધ રહેશે
અમદાવાદ, આયુર્વેદ સપ્લીમેન્ટ્સ, હર્બલ કોસ્મેટિક્સ, પર્સનલ કેર રેન્જ, એનિમલ ફીડ સપ્લીમેન્ટ્સ અને ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સના ઉત્પાદન તથા વિતરણમાં અગ્રણી કંપની એડ-શોપ ઈ-રિટેલ લિમિટેડ 17 ઓગસ્ટ, 2022ના રોજ તેનો રૂ. 48.90 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ ખોલવા જઈ રહી છે.
ઈશ્યૂ થકી એકત્રિત કરાયેલા ભંડોળનો કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા, નવા ક્ષેત્રોમાં પ્રવેશવા તથા અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ અર્થે કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે ઉપયોગ કરવામાં આવશે. રાઈટ્સ ઈશ્યૂ શેરદીઠ રૂ. 54ના ભાવે ઓફર કરવામાં આવ્યો છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/Dinesh-Pandya-CMD-Add-Shop.jpeg)
એટલે કે 11 ઓગસ્ટના રોજ બીએસઈ પર રૂ. 84.25ના બંધ શેર ભાવથી 36 ટકા ડિસ્કાઉન્ટ ભાવે મળશે. રાઈટ્સ ઈશ્યૂ 30 ઓગસ્ટ, 2022ના રોજ બંધ થશે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીઝ લિમિટેડ આ ઈશ્યૂના લીડ મેનેજર રહેશે.
કંપની ઈક્વિટી શેર દીઠ રૂ. 54 (દરેક ઈક્વિટી શેર દીઠ રૂ. 44ના પ્રિમિયમ સહિત)ના ભાવે કેશમાં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા એક એવા 90,56,255 ફુલ્લી-પેઈડ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 48.90 કરોડ જેટલું છે.
આ રાઈટ્સ ઈશ્યૂ 1:1ના રેશિયોમાં લાયક ઈક્વિટી શેરધારકોને રાઈટ્સ બેસિસ પર ઓફર કરાશે (રેકોર્ડ ડેટ પર કંપનીના દરેક લાયક ઈક્વિટી શેરધારકો દ્વારા રખાયેલા દરેક એક ફુલ્લી પેઈડ ઈક્વિટી શેરની સામે એક ઈક્વિટી શેર). રાઈટ્સ એન્ટાઈટલમેન્ટના ઓન-માર્કેટ હક ત્યાગ કરવા માટેની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ, 2022 છે.
આ અંગે ટિપ્પણી કરતા એડ-શોપ ઇ-રિટેલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “કંપનીએ ઉત્પાદન લાઈનને વિસ્તારવા, વધુ ચેનલ પાર્ટનર્સ ઉમેરવા અને વધુ ખેડૂતો અને સહયોગીઓ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તાજેતરના સમયમાં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પહેલ કરી છે.
અમારું લાંબા ગાળાનું ધ્યાન નવી પ્રોડક્ટ લૉન્ચ તથા રિટેલ ફૂટપ્રિન્ટ્સના વિસ્તરણ થકી વૃદ્ધિમાં રોકાણ કરવાનું છે. તાજેતરની નવી લાઈનના ઇન્સ્ટોલેશન સાથે કંપનીની મશીનરી ઉત્પાદન ક્ષમતા વધીને 30 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. ઇશ્યૂની કામગીરી કંપનીની બેલેન્સ શીટને વધુ મજબૂત કરશે અને તેના વ્યૂહાત્મક વિકાસ પહેલને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરશે.”
એડ-શોપ ઈ-રિટેલ લિમિટેડની સ્થાપના દિવ્યાંગ અને ફર્સ્ટ જનરેશન આંત્રપ્રિન્યોર, ટ્રેનર અને મોટીવેટર શ્રી દિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. કંપની બેરોજગારી અને નાદુરસ્તી જેવી દેશની બે સૌથી મોટી સમસ્યાઓના ઉકેલ માટે હેલ્થી લિવિંગ અને તેના ઉપાયો પ્રમોટ કરવા માંગે છે. કંપની કેમિકલ વિનાના ક્રૂઅલ્ટી-ફ્રી 100 ટકા આયુર્વેદિક પ્રોડક્ટ્સ ધરાવે છે. એડ શોપે વર્ષ 2018-19માં ટોપ 100 એસએમઈ એવોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
રાઈટ્સ ઈશ્યૂ બાદ કંપનીના કુલ બાકી શેર જૂન, 2022ના સુધીના સમય મુજબ 1,92,56,701 ઈક્વિટી શેર્સથી વધીને 2,83,12,959 ઈક્વિટી શેર્સ થઈ જશે. નાણાંકીય વર્ષ 2022માં કંપનીએ રૂ. 19.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે નાણાંકીય વર્ષ 2021ના રૂ. 7.7 કરોડના ચોખ્ખા નફા કરતાં 148 ટકાનો વધારો દર્શાવે છે.
નાણાંકીય વર્ષ 2022માં કુલ વેચાણો રૂ. 159.7 કરોડ રહ્યા હતા જે નાણાંકીય વર્ષ 2021ના રૂ. 78.6 કરોડના વેચાણો કરતાં 103 ટકા વધુ હતા. કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં વેચાણમાં 92 ટકા અને ચોખ્ખા નફામાં 180 ટકાનો મજબૂત સીએજીઆર તથા 64 ટકા આરઓઈ તેમજ 67.8 ટકા આરઓસીઈ નોંધાવ્યા છે. 30 જૂન, 2022ના રોજ કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 52.97 ટકા રહ્યું હતું.
એડ-શોપ ઈ-રિટેલ લિમિટેડ દેશમાં ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવા અને ઓર્ગેનિક ફાર્મ સામાનનું ઉત્પાદન કરવા માટે અગ્રણી કંપનીઓમાંની એક છે. 2015માં કૃષિ ક્ષેત્રે માત્ર બે ગુડ્ઝ અને અન્ય કેટેગરીમાં આઠ સાથે શરૂઆત કરનારી કંપનીએ સમય જતાં પ્રોડક્ટ ઓફરિંગ 120 વસ્તુઓ સુધી વિસ્તરી છે,
જેમાં 10 અલગ-અલગ કૃષિ ઉત્પાદનો અને બાકીની અન્ય કેટેગરીમાં છે. કંપની દેશભરમાં 6500થી વધુ વિતરકો અને 2000 ફ્રેન્ચાઇઝીનું મજબૂત નેટવર્ક ધરાવે છે.