અમદાવાદથી ઉપડતી આ ચાર ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની ચાર જોડી ટ્રેનોમાં જોડવામાં આવશે વધારાના કોચ
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ મંડળથી ઉપડતી ચાર જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે. જેનું વર્ણન નીચે મુજબ છે :
1. ટ્રેન નંબર 22920/22919 અદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ હમસફર એક્સપ્રેસમાં 01 જુલાઈ 2024 થી અમદાવાદથી તથા 03 જુલાઈ 2024 થી એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી બે કોચ થર્ડ એસીના વધારાના જોડવામાં આવશે.
2. ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં 07 જુલાઈ 2024 થી સાબરમતીથી તથા 8 જુલાઈ 2024 થી દૌલતપુર ચોકથી એક થર્ડ એસી, 3 સ્લીપર તથા એક જનરલ શ્રેણીના કોચ વધારાના જોડવામાં આવશે.
3. ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ ટ્રેનમાં 01 જુલાઈ 2024 થી 29 જુલાઈ 2024 સુધી સાબરમતીથી તથા 2 જુલાઈ 2024 થી 30 જુલાઈ 2024 સુધી હરિદ્વારથી બે થર્ડ એસી કોચ વધારાના જોડવામાં આવશે.
4. ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલ ટ્રેનમાં 2 જુલાઈ 2024 થી 24 સપ્ટેમ્બર 2024 સુધી સાબરમતીથી તથા 4 જુલાઈ 2024 થી 26 સપ્ટેમ્બર 2024 સુધી પટનાથી એક થર્ડ એસી અને બે સ્લીપર શ્રેણીના કોચ વધારાના જોડવામાં આવશે.
ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.