Western Times News

Gujarati News

સંચા સાથે વેચાતી પેન્સિલ પર વધારે જીએસટી ચૂકવવો પડશે

નવી દિલ્હી, પેન્સિલ અને સંચા પર લાગુ થતા જીએસટીમાં એક નવી અપડેટ આવી છે. ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલીંગે પેન્સિલ અને શાર્પનર પર કેમ વધારે જીએસટી ભરવો પડે છે તે વિશે જણવ્યું હતું, જીએએઆર મુજબ સંચા સાથે વેચવામાં આવતી પેન્સિલ પર વધારે જીએસટી ભરવાનો રહેશે કારણકે મિક્સ્ડ સપ્લાઈ એટલે કે ભેગા વેચાણ પર વધારે જીએસટી ભરવાનો હોય છે. જાે આ બંનેને અલગ-અલગ વેચવામાં આવશે તો ઓછું જીએસટી ભરવાનું થશે. જાે બે કે તેથી વધારે વસ્તુઓને એક સાથે વેચવામાં આવે છે તો એક કીમત પર એક સાથે બે વસ્તુઓનું વેચાણ થાય છે.

હવે આ બંને પર ટેક્સ લાગુ થવાની વાત કરીએ તો મિક્સ સપ્લાઈ વાળી વસ્તુઓ લાગુ થતા ટેક્સની કિંમત વધુ કિંમત વાળી વસ્તુના આધાર પર નક્કી કરવામાં આવે છે. એક રીપોર્ટ અનુસાર ગુજરાતમાં આવેલ એક પેન્સિલ મેન્યુફેકચરીંગ કંપનીએ પોતાના ઉત્પાદનોને ત્રણ અલગ અલગ પેકમાં ઉપલબ્ધ કરાવ્યા છે. એકમાં સંચા અને રબર સાથે પેન્સિલ, બીજામાં કલરિંગ બુક, પેન્સિલ, ઓઈલ પેસ્ટલ, પ્લાસ્ટિક ક્રેયોન, વેક્સ ક્રેયોન, રબર, ફૂટપટ્ટી અને સંચો અને ત્રીજામાં પેન્સિલ, રબર, ફૂટપટ્ટી અને સંચાનો સમાવેશ થાય છે.

ગત વર્ષે જુલાઈમાં જીએસટી પરિષદમાં કરવામાં આવેલી ભલામણના આધારે ફાયનાન્સ મીનીસ્ટ્રીએ સંચા પર ૧૮% જીએસટી લાગુ કર્યો છે. જીએએઆર એ આવીશે કહ્યું હતું કે વધુ વેચાણ માટે એક વસ્તુને બીજી વસ્તુ સાથે પેકેટમાં વેચવં યોગ્ય નથી અને તે દરેક વસ્તુને સ્વતંત્ર પણ વેચી શકાય છે આથી પેન્સિલ અને શાર્પનર સાથે વેચવું તે મિક્સ સપ્લાઈ કેટેગરીમાં આવે છે આથી દરેક વસ્તુ સાથે સંચો વેચવા પર તેના પર પણ જીએસટી લાગુ પડશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.