હરિયાણામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છતાં કોંગ્રેસ કરતાં માત્ર ૦.૮૫% વોટ વધુ
ચંદીગઢ, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. તેમ છતાં ભાજપ અને કોંગ્રેસના વોટની ટકાવારીમાં નજીવો જ તફાવત છે. ભાજપને ૩૯.૯૪ ટકા વોટ(૪૮ સીટ) મળ્યા છે, જ્યારે કોંગ્રેસને ૩૯.૦૯ ટકા વોટ(૩૭ સીટ) મળ્યા છે.
આમ, ભાજપને કોંગ્રેસ કરતાં ફક્ત ૦.૮૫ ટકા(એક ટકાથી ઓછા) વધુ મત મળ્યા છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૩૬.૪૯ ટકા વોટ સાથે ૯૦માંથી ૪૦ સીટ જીત હતી. જયારે કોંગ્રેસે ૨૮.૦૮ ટકા વોટની સાથે ૩૧ સીટ જીતી હતી. આ ચૂંટણીમાં ઈનેલોને બે, જ્યારે ત્રણ સીટ પર અપક્ષ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે.
આપ અને જેજેપીને એક પણ સીટ મળી નથી. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રણ સીટો પર અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા. આ ત્રણેય નવા ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપને સમર્થન આપવા જઈ રહ્યા છે. દેવેન્દ્ર કાદિયાન, સાવિત્રી જિંદલ અને રાજેશ જૂન ભાજપને ટેકો આપશે.
ભાજપની ટિકિટ નહીં મળ્યા પછી હિસાર સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર સાવિત્રી જિંદલે કોંગ્રેસના ઉમેદવાર રામ નિવાસ રારાને ૧૮૯૪૧ વોટથી પરાજય આપ્યો હતો. અપક્ષ ઉમેદવાર કાદિયાન અને જૂને પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવીને જીત મેળવી હતી.
આ ત્રણેય સાથે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૫૧ થઈ જશે.જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં જમ્મુ ક્ષેત્રની ૪૩ વિધાનસભા સીટો પર પીડીપી અને બીએસપીના લગભગ તમામ સહિત ૬૮.૫૩ ટકા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. ડિપોઝીટ બચાવવા માટે કુલ માન્ય મતના ઓછામાં છઠ્ઠા ભાગના મત મેળવવા જરુરી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા બેઠક પ્રમાણેના પરિણામના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ-એન્ડ-કાશ્મીર અપની પાર્ટી, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી, શિવસેના(યુબીટી), નેશનલ પેન્થર્સ પાર્ટીના બંને જૂથ સહિત કેટલાય અપક્ષ ઉમેદવારોની સાથે કોંગ્રેસના આઠ અને ભાજપના એક ઉમેદવારની પણ ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે.SS1MS