અધિક મહેતા બાળપણથી રૂપાલી ગાંગુલીનો ફેન છે
મુંબઈ, અધિક મહેતાએ હાલમાં અનુપમાના લીડ એક્ટર રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સાથે પહેલીવાર મુલાકાત કરીને તેમનાથી કેટલો પ્રભાવિત થયો હતો તે અંગે ખુલાસો કર્યો હતો. અધિકે જણાવ્યું હતું કે, સારાભાઈ દૃજ સારાભાઈના દિવસોથી તે રૂપાલીનો ફેન છે અને તેના કામ કરવાની રીત તેને ગમે છે.
તેણે કહ્યું હતું કે ‘જ્યારે રૂપાલી ગાંગુલીને પહેલીવાર મળ્યો ત્યારે તેમને હું બાળપણથી તેમનો ફ્રેન્ડ હોવાનું કહ્યું હતું. જ્યારે સારાભાઈ દૃજ સારાભાઈ શો આવતો હતો ત્યારે હું મારા મમ્મી સાથે નિયમિત તે જાેતો હતો. ઘણીવાર તે રિપીટ ટેલિકાસ્ટ પણ નિહાળતો હતો.
મોનિષાના રોલે યાદગાર છાપ છોડી હતી. તે સમયે હું ભવિષ્યમાં તેમની સાથે કામ કરવાનું વિચારતો હતો. અધિકે ખુલાસો કર્યો હતો કે, પહેલા તેનો સંપર્ક ‘સમર’ના રોલ માટે કરવામાં આવ્યો હતો પરંતુ તે સફળ થયું નહોતું. ત્યારબાદ ફરીથી તેને ‘અધિક’ માટે અપ્રોચ કરાયો હતો.
જે પહેલા પાખીનો બોયફ્રેન્ડ હતો અને હવે પતિ છે. રૂપાલી ગાંગુલી સાથે પહેલી મુલાકાત થઈ તે ક્ષણને યાદ કરતાં અધિકે ઉમેર્યું હતું કે ‘જ્યારે પહેલીવાર મને સમરનું પાત્ર ભજવવાની તક મળી ત્યારે હું ઉત્સાહિત હતો. ત્યારે મને જાણ નહોતી કે, અનુપમા ટીવીનો નંબર ૧ શો હશે. હું રૂપાલીજીના અને સુધાંશુ સરના કારણે શોનો ભાગ બનવા માગતો હતો. તેઓ પોપ્યુલર છે અને ઈન્ડસ્ટ્રીમા અનુભવી છે.
જ્યારે હું અધિકના રોલ માટે મોક શૂટ કરી રહ્યો હતો ત્યારે પાખી સાથે એક સીન હતો. રૂપાલીજી ત્યાં આવ્યા હતા અને હું તેમને મળ્યો હતો. હું પ્રભાવિત થયો હતો.
હું દરેક એક્ટરનો આદર કરું છું. તેમના સાથેનો શૂટિંગનો પહેલો દિવસ અદ્દભુત હતો. હું હંમેશા વિચારતો રહું છું કે, તેમનો અનાદર થાય તેવું મારે ન કરવું જાેઈએ. મેં મારીજાતને કહ્યું હતું કે, હું નર્વસ થઈ શકું નહીં. મારે આત્મવિશ્વાસુ થવાની જરૂર છે’.
જણાવી દઈએ કે, ‘અનુપમા’માં અધિક મહેતાની એન્ટ્રી ગત વર્ષે થઈ હતી. તેની સાથે અશ્વેષા સાવંત અને રોહિત બક્ષી પણ જાેડાયા હતા, જેઓ તેની બહેન અને જીજાજીના પાત્રમાં છે.SS1MS