કેનેડાથી પરિણીતા બધું છોડીને અઢી મહિનામાં પાછી આવી ગઈ
અમદાવાદ, તમે રૂપિયાવાળા હોવ કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોવ, પરદેશમાં જવાનો ર્નિણય અને ત્યાં સેટલ થવું જરાય સરળ હોતું નથી. ભારતમાં બિઝનેસ વેલસેટ હોવા છતાં એક પરિવાર પોતાના બે બાળકો સાથે કેનેડા સેટલ થવા માટે ગયો પરંતુ અઢી મહિનામાં જ તેઓ પરત આવી ગયા હતા.
હવે તેમની સાથે એવું તો શું થયું કે લોકો વિદેશ જવા માટે તલપાપડ થતા હોય છે અને તેમને તક મળી ગઈ, ઘર, ગાડી બધું સેટ થઈ ગયું છતાં પાછા ભારત આવવાનો ર્નિણય લેવો પડ્યો. આ અંગે રાધિકા શર્મા (નામ બદલ્યું છે)એ પોતાનો ત્યાં જવાનો, ત્યાં રહેવાનો, ત્યાના કાયદા વગેરે અંગે વાત કરી છે, જેમાં તેમણે કેનેડામાં રહેવાના જે અનુભવો કર્યા તેના સારા અને નરસા બન્ને પાસા પણ ગણાવ્યા છે. તો આવો તમને જણાવીએ કે એક પરિણીતાનો કેનેડામાં રહેવાનો અને ત્યા થયેલા અનુભવો વિશે શું કહેવું છે.
તેમને કેનેડામાં કેટલીક બાબતો બહુ જ પસંદ પડી જ્યારે કેટલીક બાબતો તેમને બહુ ખટકતી પણ હતી જેના વિશે પણ તેમણે ખુલીને વાત કરી છે. જેમને કેનેડા જવું છે કે માત્ર ત્યાના કલચર, આબોહવા, કાયદા વગેરે વિશે જાણવું છે તેમને પણ અહીંથી ઘણું જાણવા મળશે.
રાધિકાના પતિ ભારતમાં બિઝનેસમેન છે અને તેઓ ભારત અને કેનેડા બન્ને જગ્યા પર બિઝનેસ હેન્ડલ કરવાના હતા એટલે કે તેઓ થોડો સમય કેનેડામાં અને થોડો સમય ભારતમાં રહેવાના હતા. આવામાં પરિણીતા પોતાના બે બાળકો સાથે કેનેડામાં એકલી રહેતી હતી અને તેણે ત્યાં શું જાેયું અને શું અનુભવ્યું તે વિશે વાત કરવાની સાથે તેમણે એક વાત સૌથી મહત્વની એ જણાવી કે તેઓ કેનેડા ગયા તેના પહેલા બેકઅપ પ્લાન બનાવ્યો હતો અને એ જ પ્લાન પ્રમાણે તેઓ અઢી મહિના ત્યાં રહ્યા પછી પરત ભારત આવી ગયા હતા. રાધિકા કહે છે કે કેનેડામાં તમને સૌથી વધુ તમારો પરિવાર, તમારા લોકો, તહેવારો વગેરેની બહુ જ યાદ આવે છે.
ભારત અને કેનેડાની સરખામણી કરવાના બદલે તેમણે ત્યાના સારા અને નરસા પાસા વિશે વાત કરીને જણાવ્યું કે અહીંના કાયદા અને નિયમોનું લોકો બરાબર રીતે પાલન કરે છે, આવામાં તમને ખોટી અડચણો નડતી નથી. તેમના માટે કેનેડા જવાનો પ્લસ પોઈન્ટ એ હતો કે તેમના સગા પહેલાથી જ ત્યાં રહેતા હતા, જેથી કરીને શરુઆતના જે કાગળિયા, ડ્રાઈવિંગ લાયન્સ, ભાડાનું ઘર વગેરે માટે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો નહોતો આવ્યો અને વારંવાર ઈન્ટરનેટ પર માહિતીઓ શોધવાની જરુર પડી નહોતી.SS1MS