Western Times News

Gujarati News

માં બન્યા પછી શરીરમાં ઘણા ફેરફાર આવ્યા: આલિયા

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ દીકરી રાહાને જન્મ આપ્યો હતો. રાહા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું પહેલું સંતાન છે. આલિયા-રણબીર પેરેન્ટ્‌સ બની જતાં ભટ્ટ અને કપૂર પરિવારમાં ઢગલાબંધ ખુશીઓ આવી છે સાથે જ કેટલાક ફેરફારો પણ થયા છે. ગર્ભાવસ્થા દરમિયાન અને મા બન્યા પછી મહિલાના શરીરમાં કેટલાય ફેરફારો આવે છે.

આલિયા ભટ્ટે પણ આ ફેરફારો અનુભવ્યા છે જેના વિશે તેણે હાલમાં જ વાત કરી છે. આલિયા ભટ્ટે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, મા બન્યા પછી તેના શરીરમાં કેવા બદલાવ આવ્યા છે. પોસ્ટમાં લખ્યું હતું, “માતૃત્વએ મને બદલી નાખી છે. મારા શરીરને, મારા વાળને, મારા બ્રેસ્ટ, મારી સ્કીન, મારી પ્રાથમિકતાઓ અને મારા ડરને બદલી નાખ્યો છે.

પરંતુ તમારે મારા હૃદય તરફ જાેવું જાેઈએ. મા બન્યા પછી મારું હૃદય વધુ વિશાળ થયું છે. રાહાના જન્મના એક મહિના પછી આલિયા ભટ્ટે પોસ્ટપાર્ટમ વજન ઘટાડના માટે યોગ કરવાનું શરૂ કર્યું છે. આલિયા ભટ્ટ અવારનવાર યોગ ક્લાસમાં જતી જાેવા મળી રહી છે.

આલિયા ભટ્ટે ડૉક્ટરની સલાહ બાદ ફરીથી પોતાની ફિટનેસ જર્ની શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર તે પોતાની યોગ કરતી તસવીરો શેર કરતી રહે છે. જણાવી દઈએ કે, રણબીર અને આલિયાએ નક્કી કર્યું છે કે, દીકરીનો ચહેરો તેઓ ઓછામાં ઓછા આગામી બે વર્ષ સુધી નથી બતાવવા માગતા. આ માટે તેમણે મીડિયાના ફોટોગ્રાફર્સને પણ વિનંતી કરી છે. મીડિયાના ફોટોગ્રાફર્સે તેમની વાત પણ માની છે.

એક દિવસ અગાઉ જ આલિયા-રણબીર દીકરી સાથે ફરવા નીકળ્યા હતા ત્યારે રાહાનો ચહેરો ઈમોજીથી ઢાંકીને તસવીરો શેર કરી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટે ડિલિવરી પહેલા જ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. રણવીર સિંહ, શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર સાથેની આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૩માં રિલીઝ થવાની છે.

આ સિવાય આલિયા ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ થકી હોલિવુડમાં ડેબ્યૂ કરશે. આલિયા પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે જેમાં તે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.