બમ્પર શરૂઆત પછી ઘટવા લાગી “આદિપુરુષ”ની કમાણી
મુંબઈ, ફિલ્મ આદિપુરુષ રિલીઝ થતાં જ મોટો વિવાદ સર્જાયો છે. રિલીઝના પહેલા જ રવિવારે આદિપુરુષની કમાણીમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. દેશના મેટ્રો અને નાના શહેરોમાં પણ ‘આદિપુરુષ’નું જાેઈએ તેવું સારું કલેક્શન જાેવા મળ્યું નથી. રિપોર્ટ્સ મુજબ, ‘આદિપુરુષ’ના કલેક્શનમાં અંદાજિત ૭૫ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. આદિપુરુષનું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા છે.
બોક્સ ઓફિસનું ગણિત સમજીએ તો શરૂઆતના દિવસથી લઈને પહેલા વીકેન્ડ સુધી ફિલ્મને એડવાન્સ બુકિંગનો ફાયદો મળ્યો છે. રિલીઝ પહેલા જ વીકએન્ડ સુધીમાં ફિલ્મની લગભગ ૧૦ લાખ ટિકિટો વેચાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, શુક્રવારે ૧૬ જૂને રિલીઝ થયા પછી જ્યારે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળવા લાગ્યો, ત્યારે તેની અસર ટિકિટ બારી પર પણ પડવા લાગી.
અહેવાલ મુજબ, ‘આદિપુરુષ’એ પ્રથમ ત્રણ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર ૨૧૬.૧૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. તેમાંથી રૂ. ૧૧૨.૧૯ કરોડનો બિઝનેસ માત્ર હિન્દી વર્ઝનનો છે. સામાન્યરીતે વીકએન્ડ પર કોઈપણ ફિલ્મની કમાણી વધી જાય છે, પરંતુ પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ સ્પષ્ટ સંકેત આપી રહી છે કે સ્થિતિ વધુ વણસી રહી છે.
રવિવાર પહેલા શનિવારે ફિલ્મની કમાણીમાં શરૂઆતના દિવસની સરખામણીમાં ૨૪.૭૮%નો ઘટાડો જાેવા મળ્યો હતો. એટલે કે કમાણી સતત ઘટી રહી છે. હિન્દી વર્ઝનમાં આદિપુરુષએ શુક્રવારે તેના શરૂઆતના દિવસે ૩૭.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શનિવારે કમાણી ૩૭ કરોડ રૂપિયા હતી જ્યારે રવિવારે ૩૭.૯૪ કરોડ રૂપિયા.
એટલે કે તમામ ટીકાઓ છતાં એડવાન્સ બુકિંગના કારણે ફિલ્મે પહેલા વીકેન્ડમાં ૩૭ કરોડ રૂપિયાનું કલેક્શન જાળવી રાખ્યું છે. પરંતુ તેલુગુમાં તેને ભારે નુકસાન થયું છે. પ્રભાસની ફેન ફોલોઈંગને કારણે ફિલ્મે શુક્રવારે તેલુગુમાં ૪૮ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. પરંતુ શનિવારે આ કમાણી સીધી ઘટીને ૨૬.૬૫ કરોડ રૂપિયા થઈ ગઈ હતી અને હવે રવિવારે ૨૪.૭૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે.SS1MS