Western Times News

Gujarati News

આદિપુરુષનો રાઘવ પ્રભાસ કરોડોની સંપત્તિનો માલિક

મુંબઈ, આદિપુરુષનો રાઘવ એટલે કે પ્રભાસ કરોડોની સંપત્તિનો માલિક છે. તેની પાસે આલીશાન બંગલાથી લઈને લક્ઝરી કારનું શાનદાર કલેક્શન છે. આ સિવાય પ્રભાસ એક ફિલ્મ માટે એટલી ફી લે છે કે તે રકમમાં મોટા બજેટની ફિલ્મ બની શકે છે. પ્રભાસનું સ્ટારડમ લોકોને તેના ફેન બનવા માટે મજબૂર કરી રહ્યું છે.

ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે આતુર રહે છે. તે જલ્દી જ ફિલ્મ ‘આદિપુરુષ’માં જાેવા મળશે, જેમાં તે ભગવાન રામના રોલમાં જાેવા મળશે. તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની તગડી નેટવર્થ બનાવી છે. તેમની સંપત્તિ ૨૫૦ કરોડ રૂપિયાની હોવાનું કહેવાય છે. પ્રભાસ સાઉથ સિનેમાના હાઇએસ્ટ પેઇડ સ્ટાર્સમાંથી એક છે. ફીના મામલે તે સુપરસ્ટાર રજનીકાંતને પણ ટક્કર આપે છે. બાહુબલી પહેલા તે એક ફિલ્મ માટે ૨૦ કરોડ રૂપિયા લેતો હતો, પરંતુ હવે તેણે તેની ફી વધારી દીધી છે.

હવે પ્રભાસ એક ફિલ્મમાં કામ કરવા માટે ૧૫૦ કરોડ રૂપિયા લે છે. પ્રભાસ માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ મોટી કમાણી કરે છે. તે એક એડ માટે ૨ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તે ઘણી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્‌સનો ચહેરો છે.

આદિપુરુષ સ્ટાર પ્રભાસ હૈદરાબાદના પોશ વિસ્તારમાં આવેલા આલીશાન ઘરનો માલિક છે. તે પોતાના પરિવાર સાથે આ ઘરમાં રહે છે. પ્રભાસને લક્ઝરી કારનો શોખીન છે. તેની પાસે રોલ્સ રોયસ ફેન્ટમ,  Lamborghini Aventador, Roadster,, રેન્જ રોવર, જેગુઆર અને બીએમડબલ્યૂ એક્સ ૩ જેવી કાર છે.

આ તમામ કારની કિંમત લગભગ ૨૨ કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે પ્રભાસની ફિલ્મ આદિપુરુષ ૧૬ જૂન, ૨૦૨૩ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. આમાં તેની સાથે કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ જેવા સ્ટાર્સ પણ જાેવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન ઓમ રાઉતે કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.