ભૂખ-થાકથી પરેશાન અદિતિ રાવ એરપોર્ટ પર ફસાઈ
મુંબઈ, ‘હીરામંડીઃ ધ ડાયમંડ બજાર’ ફેમ અદિતિ રાવ હૈદરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને હીથ્રો એરપોર્ટ પર બ્રિટિશ એરવેઝને આડેહાથે લીધી છે.
એક્ટ્રેસે કહ્યું કે, તેણે પોતાના સામાન માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. જેને લઈને તેની અને તેના સહ-યાત્રીઓની ભૂખ-તરસથી હાલત ખરાબ થઈ ગઈ હતી.
છેલ્લા કેટલાક દિવસોથી સંજય લીલા ભણશાળીની ‘હીરામંડીઃ ધ ડાયમંડ બજાર’માં પોતાની ગજગામિની વાકથી લાઇમલાઇટમાં છવાયેલી એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી ફરી ચર્ચામાં છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી છે, જેમાં તે એક બ્રિટિશ એરવેઝ પર ભડકી હતી. એક્ટ્રેસની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને લઈને એક્ટ્રેસના ફેન્સ તેને સપોર્ટ કરી રહ્યા છે.
એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક વીડિયો શેર કર્યાે છે, જેમાં તે એરપોર્ટ પર પોતાના સામાનની રાહમાં ને રાહમાં ભૂખી-તરસી બેઠી છે. એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું કે, તેણે પોતાના સામાન માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી, તે પણ કોઈ મદદ વિના.
અદિતિ રાવ હૈદરીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા, જેમાં તેણે હીથ્રો એરપોર્ટ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. એક્ટ્રેસે કહ્યું કે, તેણે એરપોર્ટ પર પોતાના સામાન માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. એટલું જ નહીં, તેની સાથેના લોકોને પણ એરપોર્ટ આૅથોરિટી તરફથી કોઈ સુવિધા મળી ન હતી.
એક્ટ્રેસે આ અંગે બ્રિટિશ એરવેઝને આડેહાથે લીધી અને ખરીખોટી સંભળાવી હતી.અદિતિ રાવ હૈદરીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા, જેમાં તેણે હીથ્રો એરપોર્ટ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. એક્ટ્રેસે કહ્યું કે, તેણે એરપોર્ટ પર પોતાના સામાન માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. એટલું જ નહીં, તેની સાથેના લોકોને પણ એરપોર્ટ આૅથોરિટી તરફથી કોઈ સુવિધા મળી ન હતી.
એક્ટ્રેસે આ અંગે બ્રિટિશ એરવેઝને આડેહાથે લીધી અને ખરીખોટી સંભળાવી હતી એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ૧૯ કલાક થઈ ગયા અને હું અત્યારે પણ રાહ જોઈ રહી છુંપ બ્રિટિશ એરવેઝ તમને જણાવી દઉં કે, આ બ્રિટ્સની સાથે આ મારો કોઈ પહેલો અનુભવ નથી.
જો તમે નેટફ્લિક્સ પર હીરામંડી જોશો તો ખબર પડી જશે કે, હું ન્યાય માટે લડ્યા વિના હાર માનીશ નહીં! તો શું તમે અમારી બેગ મોકલી શકો છો! બને એટલું જલ્દી! મારી કોન્ફરન્સ છે અને જે વસ્તુઓની મને જરૂર છે તે તમારા માપદંડોને પૂર્ણ કરશે નહીં. આ સાથે એક્ટ્રેસે એક ઇમોજી પણ શેર કરી હતી.SS1MS