આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડએ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યુ
અમદાવાદ, આદિત્ય બિરલા કેપિટલ માર્કેટ લિમીટેડની પેટાકંપની તેમજ આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડએ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યુ છે જે ઇક્વિટી, ડેટ અને કોમોડિટીઝમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ સ્કીમ છે. ફંડ મિલકતોમાં ઇષ્ટતમ ભારાંકની ફાળવણી કરીને જાેખમ અને વળતરનું સંતુલન રાખવાના પ્રયત્નમાં વિવિધ પ્રકારના મિલકત વર્ગમાં તેના રોકાણને વૈવિધ્યકૃત્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. દ્ગર્હ્લં ૧૧ જાન્યુઆરી ૨૦૨૩થી ૨૫ જાન્યુઆરી સુધી ખુલ્લુ રહેશે.
આ લોન્ચ પર ટિપ્પણી કરતા આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડના એમડી અને સીઇઓ શ્રી એ. બાલાસુબ્રમણ્યમએ જણાવ્યું હતુ કે, “આદિત્ય બિરલ સન લાઇફ મલ્ટી એસેટ એલોકેશન ફંડ રોકાણકારોને પ્રત્યેક મિલકત વર્ગમાં સારી રીતે વૈવિધ્યકૃત્ત ઓફરિંગમાં ઍક્સેસ પૂરો પાડે છે. તે નવા અને અનુભવ રોકાણકારો એમ બન્ને મટે ઉત્કૃષ્ટ રોકાણ વિકલ્પ છે, કેમ કે તે રોકાણ, ધ્યાન રાખવાની ક્રિયાને દૂર કરે છે અને એક કરતા વધુ રોકાણ વ્યૂરચના જાળવી રાખે છે. ફંડ ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટ અને મની માર્કેટ જામીનગીરીઓના વૈવિધ્યકૃત્ત પોર્ટફોલિયોમાં રોકાણ કરવાનો પ્રયત્ન કરે છે જેથી લઘુત્તમ ક્રેડિટ રિસ્ક સાથે ઇન્કમ પેદા કરી શકાય.”