આદિત્ય બિરલા સન લાઇફે લોંચ કર્યુ, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇટીએફ
મુંબઇ, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફન્ડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટાકંપની આદિત્ય બિરલા સન લાઇફ એએમસીએ રોકાણકારોને વિવિધ ફાઇનાન્સિયલ સર્વિસિસમાં વૃધ્ધિનો લાભ લેવામાં મદદ કરવા નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસને ટ્રેક કરતું અનોખું ઇટીએફ લોંચ કર્યું છે.
નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સ વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો છે, જે પરંપરાગત બેન્કિંગથી આગળ વધીને વીમો, વેલ્થ મેનેજમેન્ટ, સ્ટોક બ્રોકિંગ, પેમેન્ટ પ્લેટફોર્મ વગેરેનો સમાવેશ કરે છે. જીવનનાં દરેક તબક્કે પછી એ નોકરીનાં પ્રારંભિકત તબક્કામાં હોય કે નિવૃત્તિનાં તબક્કે, વ્યક્તિને ફાઇનાન્સિયલ સર્વિસિસની જરૂર પડે જ છે.
બેન્ક સહિતનાં ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરમાં છેલ્લાં બે વર્ષથી મહત્વપૂર્ણ વેલ્યુએશન ડિરેટિંગ થયું છે. ભારતીય બજારોમાં સેક્ટરનું વ્યૂહાત્મક મહત્વ અને વેલ્યુએશનનાં સંદર્ભમાં સંભવિત પુનરાગમનને જોતાં આ ઇટીએફ વૃધ્ધિ માટે મજબૂત તક પૂરી પાડે છે. અમે માનીએ છીએ કે રોકાણકારો ઊંચી ગ્રોથ એસેટ ઇચ્છી રહ્યા છે અને આ ફન્ડ સાયક્લિકલ અપટર્નનો લાભ લેવા માટેનું સારું માધ્યમ પુરવાર થઈ શકે છે.
આદિત્ય બિરલા સન લાઇફ નિફટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇટીએફ 14 જુલાઇ, 2022થી 27 જુલાઇ, 2022 વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે.
ફન્ડનાં લોંચ અંગે ટિપ્પણી કરતા આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના એમડી અને સીઇઓ એ બાલાસુબ્રમણિયને જણાવ્યું હતું કે, “તાજેતરની વોલેટિલિટીને જોતાં અનેક રોકાણકારો હવે પેસિવ પ્રોડક્ટ્સમાં રોકાણ કરી રહ્યા છે,
જે તેમને બજારનાં વિવિધ સેગમેન્ટ્સમાં નીચા ખર્ચે અન્ડરલાઇંગ ઇન્ડેક્સમાં રોકાણ કરવાનો વિકલ્પ પૂરો પાડશે. આ ઇટીએફ બીએફએસઆઇ સેક્ટરનાં મહત્વને જોતાં રોકાણની અનોખી તક પૂરી પાડે છે.”