ગુજરાત ટાઈટન્સ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ પહેલા આદિત્ય ગઢવી પરફોર્મ કરશે
અમદાવાદ: ગુજરાતી ગાયક આદિત્ય ગઢવી, રવિવાર, 9 એપ્રિલ, 2022 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. ગઢવી ભારતીય સમય મુજબ બપોરે બે વાગ્યાની આસપાસ મેચની શરૂઆત પહેલાં પ્રેક્ષકો માટે પરફોર્મ કરશે. તેણે ગુજરાત ટાઇટન્સનું એન્થમ ‘આવા દે’ ગાયું છે, જે 2022ની સિઝન પહેલા રિલીઝ થયું હતું. Aditya Gadhvi to perform at Narendra Modi Stadium ahead of GT vs KKR Match
અમદાવાદ ખાતે 9 એપ્રિલે ટાટા આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.
આ મેચ માટે ગેટ બપોરે 12.30 કલાકે ખૂલશે. ઉન્નત મેટ્રો સર્વિસ મેચ પૂરી થયા પછી લગભગ બે કલાક સુધી ચાલશે. પહેલી મેચ દરમિયાન ગુજરાત ટાઈટન્સ દ્વારા આયોજિત પાર્કિંગ અને શટલ સર્વિસીઝ યથાવત છે.