મમ્મીના બર્થ ડે પર આદિત્યે કર્યું ડિનરનું આયોજન

મુંબઈ, રવિવારે (૧૩ નવેમ્બર) ઉદિત નારાયણના પત્ની અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણના મમ્મી દીપા નારાયણનો બર્થ ડે હતો. આ પ્રસંગે પરિવારના કેટલાક સભ્યો તેમજ મિત્રો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ સદાબહાર સિંગર આશા ભોસલેની રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. તેમના ડિનર દરમિયાનની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
જેમાં ‘બર્થ ડે ગર્લ’ દીપાએ ઓલ-રેડ લૂક અપનાવ્યો છે અને સલવાર-સૂટ પહેર્યું છે, તો ઉદિત નારાયણે પિંક શર્ટ, મેચિંગ બ્લેઝર અને ગ્રે પેન્ટ પહેર્યું છે.
બીજી તરફ, આદિત્ય પીચ શર્ટ અને જાંબલી ટ્રાઉઝરમાં કમ્ફર્ટેબલ લૂકમાં દેખાયો, તેણે દીકરી ત્વિષાને તેડી રાખી છે જે બે ચોટલીમાં ક્યૂટ લાગી રહી છે. તેની પત્ની શ્વેતા અગ્રવાલે પ્રિન્ટેડ ટોપ અને ડેનિમ પહેર્યું છે. નારાયણ ઝા પરિવારના પાંચેય સભ્યો કેમેરા સામે જાેઈને સ્મિત કરી રહ્યા છે. આ સાથે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે મા’. આ પોસ્ટમાં તેણે રેસ્ટોરાંમાં પીરસવામાં આવેલા સ્વાદિષ્ટ ભોજનના પણ વખાણ કર્યા છે.
અધ્યયન સુમન, અનન્યા ચક્રવર્તી તેમજ વિશાલ દદલાની સહિતના સેલેબ્સે અને ફેન્સે કોમેન્ટ કરીને દીપા નારાયણને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બીજી જે તસવીર સામે આવી છે, જેમાં ત્વિષા દાદી પાસે છે અને તેમને ગિફ્ટમાં મળેલા ફ્લાવર સામે જાેઈ રહી છે.
સોશિયલ મીડિયા પર પરિવારના ડિનરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સૌ જમતાં-જમતાં વાતોમાં વ્યસ્ત દેખાયા. ત્વિષાને બેબી ચેયરમાં બેઠી છે અને જાણે જમવું ન હોય તેમ મોં બગાડી રહી છે અને ચેયર પરથી ઉભા થવાનો પ્રયાસ કરી રહી છે.
આદિત્ય નારાયણની વાત કરીએ તો, હાલ તે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૩’માં જાેવા મળી રહ્યો છે. આ સાથે તે લાઈવ પર્ફોર્મ પણ કરી રહ્યો છે.
આદિત્ય પર્સનલ લાઈફમાં પણ ખૂબ જ વ્યસ્ત છે. કામમાંથી સમય મળતાં જે દીકરી ત્વિષા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે, જે ૯ મહિનાની થઈ ગઈ છે. તેનો જન્મ ફેબ્રુઆરી, ૨૦૨૨માં થયો હતો. જણાવી દઈએ કે, ૧૦ વર્ષના રિલેશનશિપ બાદ આદિત્ય અને શ્વેતા અગ્રવાલે ડિસેમ્બર, ૨૦૨૦માં લગ્ન કર્યા હતા.SS1MS