આદિત્ય રોય કપૂર મારો ખૂબ સારો મિત્ર છે: અનન્યા પાંડે
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે સુંદર એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ તેની ફિલ્મો અને એક્ટિંગથી ખાસ કમાલ કરી શકી નથી, પરંતુ તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં આદિત્ય રોય કપૂરને ડેટ કરી છે અને તે બંને ઘણી વાર એકસાથે સ્પોટ થતાં જોવા મળે છે.
બંને ઘણી ઈવેન્ટમાં સાથે જોવા મળે છે તો ક્યારેક લેટ નાઈટ આઉટિંગ પણ સાથે કરે છે. હાલમાં જ અનન્યા પાંડેએ તેના અને આદિત્ય રોય કપૂરના ક્લોઝ બોન્ડિંગ પર વાત કરી અને કહ્યું કે બંને વચ્ચે કેવો સંબંધ છે. સ્ટ્રીમિંગ ફિલ્મ ખો ગયે હમ કહાંમાં જોવા મળેલી એક્ટ્રેસ અનન્યા પાંડેએ કહ્યું કે તે અને આદિત્ય રોય કપૂર માત્ર મિત્ર જ નથી.
એક્ટ્રેસ હાલમાં જ નેહા ધૂપિયા દ્વારા હોસ્ટ કરવામાં આવેલા લોકપ્રિય ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ના છઠ્ઠા સિઝનમાં જોવા મળી હતી, જ્યાં તેણે ‘આશિકી ૨’ એક્ટરના સાથે તેના સંબંધને લઈને ખુલીને વાત કરી. શોમાં અનન્યા અને નેહાને આદિત્ય વિશે વાત કરતાં જોવા મળ્યા હતા.
જ્યાં અનન્યા કહે છે કે તે અને આદિત્ય માત્ર મિત્ર નહીં, પરંતુ ખૂબ સારો મિત્ર છે. નેહા ધૂપિયાએ કહ્યું, મને કૃતિ સેનનની દિવાળી પાર્ટીમાં એક તસવીર લેવાનો મોકો મળ્યો અને લોકોએ તેને ઝૂમ કરીને જોવાનું શરુ કરી દીધું’. તમે તે પળ વિશે કંઈ કહેવા માંગો છો? અનન્યા પાંડેએ કહ્યું, ‘અમે માત્ર મિત્ર નહીં, પરંતુ ખૂબ સારા મિત્ર છીએ’.
મને નથી લાગતું કે આ વિશે વધુ વાત કરવા માટે કંઈ છે. નો ફિલ્ટર નેહા સીઝન ૬ દર ગુરુવારે નવા એપિસોડ સાથે જિયો ટીવી અને ટીવી પ્લસ પર સ્ટ્રીમ થાય છે. અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીયે તો તેણે હિન્દી સિનેમામાં માત્ર ૫ વર્ષમાં જ પોતાની જગ્યા બનાવી લીધી છે.
છેલ્લે એક્ટ્રેસ ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના રોલના ખૂબ વખાણ થયાં હતા. તો આદિત્ય રોય કપૂર છેલ્લે વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર ૨’માં જોવા મળ્યો હતો. એક્ટરની આ સિરીઝની ખૂબ ચર્ચા થઈ હતી. આ સિરીઝમાં તેની સાથે અનિલ કપૂર પણ જોવા મળ્યો હતો.SS1MS