‘એક મંદિર, એક કૂવો, એક સ્મશાન’ના સિદ્ધાંતને અપનાવો: મોહન ભાગવત

અલીગઢ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જાતિગત ભેદભાવનો અંત લાવવા માટે ‘એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન’ના સિદ્ધાંતને અપનાવીને સામાજિક સમરસતા માટે પ્રયાસો કરવા હાકલ કરી છે. સંઘના વડા અલીગઢના પાંચ દિવસના પ્રવાસે છે.
સાસની ગેટ વિસ્તારમાં એચ બી ઇન્ટર કોલેજ અને પંચન નગરી પાર્ક ખાતે આયોજિત બે શાખાઓમાં સ્વયંસેવકોને સંબોધતા ભાગવતે હિન્દુ સમાજના સભ્યોને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા હાકલ કરી હતી જે ફક્ત સંવાદિતા દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
આરએસએસના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગવતે હિન્દુ સમાજના પાયા તરીકે સંસ્કાર (સંસ્કૃતિ)ના મહત્વ પર ભાર મૂક્યો અને સભ્યોને પરંપરા, સાંસ્કૃતિક મૂલ્યો અને નૈતિક સિદ્ધાંતો પર આધારિત સમાજ બનાવવા વિનંતી કરી હતી.
તેમણે RSS સભ્યોએ હાકલ કરી હતી કે, સમાજના તમામ વર્ગાે સુધી પહોંચવું જોઈએ અને તેમને તેમના ઘરે આમંત્રિત કરવા જોઈએ જેથી તેઓ પાયાના સ્તરે સંવાદિતા અને એકતાનો સંદેશ ફેલાવી શકે.ભાગવતે કહ્યું કે પરિવાર એ સમાજનું મૂળભૂત એકમ છે, જે સંસ્કારમાંથી પ્રાપ્ત થયેલા મજબૂત કૌટુંબિક મૂલ્યો પર આધારિત છે.
તેમણે રાષ્ટ્રવાદ અને સામાજિક એકતાના પાયાને મજબૂત બનાવવા માટે તહેવારોની સામૂહિક ઉજવણીને પ્રોત્સાહન આપ્યું. ૧૭ એપ્રિલથી શરૂ થયેલી તેમની પાંચ દિવસની મુલાકાત દરમિયાન આરએસએસ વડા બ્રિજ પ્રદેશ હેઠળ આવતા તમામ જિલ્લાઓના આરએસએસ પ્રચારકોને દરરોજ મળી રહ્યા છે અને તેમની સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી રહ્યા છે.SS1MS