સિંઘમ કરતાં ‘ભુલભુલૈયા ૩’નું એડવાન્સ બુકિંગ ૧૦ ગણું વધુ
મુંબઈ, આ દિવાળી પર ‘સિંઘમ અગેઇન’ અને ‘ભુલભુલૈયા ૩’ વચ્ચેની ટક્કર છેલ્લા કેટલાંક મહિનાઓથી ચર્ચામાં છે. એક તરફ મંજુલિકાની ભુલભુલૈયા ળેન્ચાઇઝી તો બીજી તરફ અજય દેવગન અને રોહિત શેટ્ટીનાં કોપ યુનિવર્સ વચ્ચેની આ ટક્કર છે. બંને ફિલ્મની ટીમ પ્રમોશન માટે અનેક યુક્તિઓ અજમવી રહી છે.
હવે છેલ્લે છેલ્લે બંને ફિલ્મના પ્રોડ્યુસર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા ફિલ્મને યોગ્ય અને પૂરતા શો મળી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છ. સમગ્ર ભારતમાં ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરૂ થઈ ગયું છે. બંને ફિલ્મો ૧ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. ‘ભુલભુલૈયા ૩’ને અત્યાર સુધીમાં ૧૭૯૦ શો મળ્યા છે અને તેની ૨૮,૪૫૪ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ ગઈ છે.
આમ અત્યાર સુધીમાં ફિલ્મને ૭૨ લાખની આવક થઈ ચૂકી છે. સોમવારે સાંજથી રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’નું પણ શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલ આ ફિલ્મને ૪૦૩ શો મળ્યા છે અને તેની માત્ર ૨,૨૯૩ ટિકિટ વેચાઈ છે. હજુ સુધીમાં આ ફિલ્મે ૭.૭ લાખની કમાણી કરી છે.
કારણ કે સિંઘમ માટેનું બુકિંગ માત્ર કેટલાંક પીવીઆર ઇનોક્સ અને કેટલીક સિંગલ સ્ક્રીનમાં જ થયું, જ્યારે કાર્તિકની હોરર કોમેડીનું બૂકિંગ ઘણા સિંગલ સ્ક્રિન પર થયું છે. આ ફિલ્મના શો જે રીતે ફાળવાયા છે, તેમાં ‘સિંઘમ અગેઇન’ને ૫૬ ટકા સ્ક્રીન મળ્યા છે, જ્યારે ‘ભુલભુલૈયા ૩’ને બાકીના ૪૬ ટકા સ્ક્રીન મળ્યા છે. જોકે, જેમ ફિલ્મો રિલીઝ થશે તેમ તેમ આ આંકડાઓમાં ફરક જોવા મળશે.
આ ફિલ્મો વચ્ચે ક્લેશની એડવાન્સ બુકિંગ પર પણ અસર થઈ રહી છે, કારણ કે એક્ઝિબિટર્સ અને ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સ હજુ પણ ફિલ્મોને વધુ શો અને વધુ સ્ક્રીન મળે તે માટે ડીલ્સ કરી રહ્યા છે. મેકર્સને આશા છે કે ફિલ્મ શુક્રવારે રિલીઝ થાય તે પહેલાં ગુરુવાર સુધીમાં તેઓ બને તેટલા સ્ક્રીન અને શો મેળવી લેશે.
પરંતુ જે ફિલ્મ દર્શકોને વધુ પસંદ પડશે તેની વર્ડ ઓફ માઉથથી પબ્લિસિટી વધી જશે, તેથી આવનારા અઠવાડિયા પછી આંકડાઓનો ફરક સ્પષ્ટ થશે. ત્યાર પછી ખ્યાલ આવશે કે કઈ ફિલ્મને વધારે સ્ક્રિન અને શોનો લાભ મળે છે.SS1MS