શાહરુખની ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરુ

મુંબઈ, બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની રિલીઝને હવે માત્ર છ દિવસ બાકી છે. એટલી દ્વારા નિર્દેશિત માસ એન્ટરટેઈનર એક્શન ડ્રામા ફિલ્મ ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ થિયેટરોમાં આવશે. હિન્દી અને સાઉથ બંનેના ચાહકો બોલિવૂડના બાદશાહ ખાન અને સાઉથ સ્ટાર નયનતારાની કેમેસ્ટ્રીને મોટા પડદા પર જાેવા માટે આતુર છે.
શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર ‘જવાન’નું એડવાન્સ બુકિંગ ખુલ્યું છે. આ સિવાય સિનેપોલીસમાં પણ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની ટિકિટો ઝડપી દરે વેચાઈ રહી છે. જવાન એડવાન્સ બુકિંગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટિ્વટર પર માહિતી શેર કરતા જણાવ્યું કે ભારતમાં ‘જવાન’ની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ફિલ્મની કેટલી ટિકિટ વેચાઈ છે.
શેર કરેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ‘જવાન’ની કુલ ૬૬,૦૦૦ ટિકિટ વેચાઈ છે અને સિનેપોલિસમાં લગભગ ૧૩,૫૦૦ ટિકિટ વેચાઈ છે. અત્યાર સુધી ભારતમાં માત્ર એક જ દિવસમાં ‘જવાન’ની કુલ ૭૯,૫૦૦ ટિકિટો વેચાઈ છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન એડવાન્સ બુકિંગમાં ટ્રેન્ડ કરી રહી છે.
ટિ્વટર પર બે અલગ-અલગ થિયેટરોના ફોટા શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે, “દિલ્હીના બે મોટા સિનેમા હોલ લિબર્ટી – ડિલાઇટ લગભગ ૨ કલાકમાં જ ફુલ થઈ ગયા છે. જવાન સાથે શાહરૂખ ખાનને ચાહકો મોટો પડદા પર જાેવા માટે ખૂબ જ આતુર છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું ૨ મિનિટ ૪૫ સેકન્ડનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે.
ટ્રેલરની શરૂઆતમાં શાહરૂખ ખાન એક રાજાની વાર્તા સંભળાવે છે. જે એક પછી એક યુદ્ધ હારી રહ્યો હતો. ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ફરતો હતો અને ખૂબ ગુસ્સામાં હતો. આ પછી ‘જવાન’નું ટ્રેલર શાહરૂખ ખાનના વિલન પાત્રથી શરૂ થાય છે, જે મુંબઈમાં મેટ્રોને હાઈજેક કરે છે.
શાહરૂખ ખાનનું આ ખતરનાક પાત્ર તમને સંપૂર્ણ રીતે ડરાવી દેશે. ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો તે ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થોડા સમય પહેલા શાહરૂખે જવાનનો પ્રિવ્યૂ શેર કર્યો હતો જેમાં તે અલગ-અલગ અવતારમાં જાેવા મળ્યો હતો. આ સાથે ચાહકોને દીપિકા પાદુકોણની એક ઝલક પણ જાેવા મળી.SS1MS