ગાંધીનગરમાં એડવર્ટાઈઝમેન્ટ પોલિસી લાગૂ કરવામાં આવી
ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી. જેથી હવે શહેરના માર્ગાે અને બિલ્ડીંગો ઉપર આડેધડ લાગતા હો‹ડગ્સ અને બેનર ઉપર રોક લગાવી શકાશે.
હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પાેરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જોકે સરકારી વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.પાટનગર હોવા છતાં ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગાેની આસપાસ આડેધડ મસ મોટા હો‹ડગ્સ અને બેનર લગાવી દેવામાં આવતા હતા.
જેના કારણે શહેરની સુંદરતા બગડતી હોવાની સાથે માર્ગ સલામતીને પણ જોખમ ઊભું થયું હતું ત્યારે આ મામલે છેલ્લા ઘણા સમયથી કોર્પાેરેશન દ્વારા આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી તૈયાર કરવામાં આવી રહી હતી. જેને સ્થાયી સમિતિ બાદ આજે મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી.
જે પોલિસીને સભા દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં હવે હો‹ડગ્સ, બેનર, કિઓસ્ક કે વાહનો પર કરવામાં આવતી જાહેરખબરો માટે પણ મહાનગરપાલિકાની મંજૂરી લેવી પડશે. જેની નિયત ફી પણ મહાનગરપાલિકાને ચૂકવવી પડશે. ક્યા સ્થળોએ હો‹ડગ્સ લગાવી શકાશે અને ક્યા સ્થળોએ હો‹ડગ્સ નહીં લગાવી શકાય તેવા સ્થળો પણ નિયત કરવામાં આવ્યા છે.
મંજૂરી વિના ગેરકાયદે હો‹ડગ્સ લગાવનાર સામે દંડનીય પગલાં પણ લેવાશે. આ માટે હો‹ડગ્સની સાઇઝ મુજબ મહત્તમ પ્રતિ ચોરસમીટર ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.SS1MS infinity tickets coldplay