એડવોકેટ બી. એમ. ગુપ્તાની વકીલાતની વ્યવસાયિક સેવાનું ભાવનાત્મક સન્માન કરાયું

લોકશાહી આદર્શો અને માનવ હકો માટેનો અવાજ એટલે બી એમ ગુપ્તા એવું પણ ઘણા વકીલો આજે પણ કહે છે!
અમદાવાદ બાર એસોસિએશનના ઉપક્રમે સુપ્રીમકોર્ટના અને ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓના વરદહસ્તે એડવોકેટ બી. એમ. ગુપ્તાની વકીલાતની વ્યવસાયિક સેવાનું ભાવનાત્મક સન્માન!-શ્રી બી. એમ. ગુપ્તા હાલ ૮૦ વર્ષની ઉંમરે પણ સક્રિય છે!
તસવીર ફોજદારી બારના પૂર્વ પ્રમુખ અને સોસાયટી ફોર લીગલ જસ્ટિસના પ્રમુખ એડવોકેટ બી એમ.ગુપ્તા ની છે! એક અદના જુનિયર વકીલ તરીકે વકીલાતના વ્યવસાયિક ક્ષેત્રમાં શરૂઆત કરનાર બી એમ.ગુપ્તા તેમના અથાક પરિશ્રમથી મૂલ્યો અને સિદ્ધાંતો માટે લડનારા એક નીડર કાબેલ અને સિદ્ધાંતનિષ્ઠ વકીલ બનીને તેમણે વકીલાત કરતાં – કરતાં વકીલ આલમની ઘણી સેવા કરી છે!
વકીલોના અધિકાર માટે લડત આપી છે, પોતાના અસીલો માટે પ્રમાણિક પણે વકીલાત કરી છે, શ્રી બી.એમ ગુપ્તાએ મહિલા વકીલો માટે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજયા હતા અને મહિલા ધારાશાસ્ત્રીઓને છુપી મદદ પણ કરેલ છે! લોકશાહી આદર્શો અને માનવ હકો માટેનો અવાજ એટલે બી એમ ગુપ્તા એવું પણ ઘણા વકીલો આજે પણ કહે છે!
ફોજદારી કોર્ટ બારના સેક્રેટરી અને પ્રમુખપદ ઉપર ચૂંટાયા બાદ અનેક વકીલ કલ્યાણના કામો કરેલ છે જુનિયર વકીલોને ફક્ત વકીલાત શીખવી જ નથી, પરંતુ તેમને ફોજદારી બારમાં સ્ટડીસર્કલ ચલાવીને અનેક વકીલોને ન્યાયાધીશ અને સરકારી વકીલો બનવાની તક આપી છે! સારી લાઇબ્રેરી પણ ફોજદારી બારને આપી છે બિનસાંપ્રદાયિકતા અને બંધારણવાદના આદર્શો માટે તેઓ કર્મયોગી રહ્યા છે.
તેમના દીકરા શ્રી ચંદ્રશેખર બી. ગુપ્તાને શ્રેષ્ઠ વકીલ બનાવવામાં તેઓ તેમના જીવનમાં સફળ થયા છે! શ્રી ચંદ્રશેખર બી. ગુપ્તા હાલ સેશન કોર્ટ અને હાઇકોર્ટમાં પણ વકીલાત કરે છે. શ્રી બી. એમ. ગુપ્તા હાલ ૮૦ વર્ષની ઉંમરે પણ સક્રિય છે! એ શ્રી પરમેશ્વરની તેમની પર મોટી કૃપા ગણાય!! શ્રી બી. એમ. ગુપ્તાએ સીટીસીવીલ અને સેસન્સ કોર્ટમાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા તે નિમિતે તેમનો સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સુશ્રી બેલાબેન ત્રિવેદી એ ગુજરાત હાઇકોર્ટના
મુખ્ય ન્યાયમૂતિ શ્રી સુનીતાબેન અગ્રવાલ તથા હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમુર્તિ શ્રી એન.વી.અંજારિયા સાહેબે સન્માન કર્યું હતું તસવીરમાં સુપ્રીમકોર્ટ ના વરીષ્ઠ ન્યાયમૂર્તિ સુશ્રી બેલાબેન ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનીતાબેન અગ્રવાલ તથા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ એન.વી. અંજારિયા સુપ્રીમકોર્ટના સોલિસિટર જનરલ એસ.વી. રાજુ ઉપસ્થિત દ્રશ્યમાન થાય છે જ્યારે એડવોકેટ શ્રી બી એમ ગુપ્તા પોતાના જીવનની કર્મશીલતા નું સન્માન પ્રાપ્ત કરી ભાવનામાં ગરકાવ થયેલા જણાય છે અને પ્રાપ્ત થયેલા સન્માનને નિહાળીતા દ્રશ્યમાન થાય છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
ઉત્તરદાયિત્વએ મહાનતા માટે ચુકવવી પડતી કિંમત છે-વિન્સ્ટન ચર્ચિલ
અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું છે કે ‘આ લડાઈએ આપણા દેશના આત્મા માટે નથી આ લડાઈ રાષ્ટ્રપ્રત્યેના પ્રેમમાંથી જન્મે છે, સત્યને જુઓ સત્ય બોલો અને સત્ય માટે લડો’! જ્યારે બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચચિલે કહ્યું છે કે ‘ ઉત્તરદાયિત્વ માહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે’! અમદાવાદ સીટી સિવિલ અને સેશન કોર્ટ અને સ્મોલકોઝ કોર્ટ ના ઉપક્રમે અમદાવાદ બારના નેતૃત્વ હેઠળ દિવાળી શુભેચ્છા સમારંભ યોજાઇ ગયો છે!
જેમાં અમદાવાદ બારની ભાવનાત્મક પરંપરા મુજબ વકીલાત માં ૫૦ વર્ષ પૂર્ણ કરનાર વકીલોનો સન્માન સમારંભ યોજાઇ ગયો જેમાં ૧૫ જેટલા ધારાશાસ્ત્રીઓ નું સન્માન કરાયું, જેમાં દરેક ક્ષેત્રની વકીલાત કરતા વરિષ્ઠ અને વિખ્યાત ધારાશાસ્ત્રી બી.એમ ગુપ્તાની વકીલાત ને ૫૦ વર્ષ પૂર્ણ તથા તેમનું પણ સન્માન કરાયું!!