AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા “ટુ ડે ટેક્સ કૉન્ક્લેવ 2025″નું સફળ આયોજન

અમદાવાદ, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન દ્વારા 21 અને 22 માર્ચ 2025 ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં J.B. ઓડિટોરિયમ ખાતે સતત છઠ્ઠી વાર ટુ ડે ટેક્સ કૉન્ક્લેવ 2025 નું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કૉન્ક્લેવમાં 450 થી વધુ ટેક્સ પ્રોફેશનલ્સ, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડ્વોકેટ્સ, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને કન્સલ્ટન્ટ્સે ભાગ લીધો.
આ આયોજનનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના પૂર્વ એક્ટિંગ મુખ્ય ન્યાયાધીશ માનનીય ન્યાયાધીશ જયંતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું, જેમણે સેવન પ્રિન્સિપલ્સ ઓફ ટેક્સેશન અંગે માર્ગદર્શન આપ્યું. મુખ્ય અતિથિ માનનીય શ્રી સતીશ શર્મા, પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ, ગુજરાતે 1990 થી આજ સુધીની ટેક્સ સિસ્ટમની પ્રગતિ અને ટેક્નોલોજીના વધતા ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપી.
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) એ ગુજરાતના ટેક્સ પ્રોફેશનલ્સની એપેક્સ બોડી છે, જે 30 કરતાં વધુ સંસ્થાકીય સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને સમગ્ર ગુજરાતમાં ટેક્સ પ્રેક્ટિસમાં જ્ઞાન-વિનિમય અને વ્યાવસાયિક વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન (ITBA) ભારતના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત ટેક્સ એસોસિએશન્સમાંનું એક છે, જેમાં 1,400 થી વધુ સભ્યો છે જેમા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડ્વોકેટ્સ અને ટેક્સ પ્રેક્ટિશનર્સનો સમાવેશ થાય છે.
આ બંને સંસ્થા દ્વારા મળીને સતત છઠ્ઠી વાર ટેક્સ કૉન્ક્લેવ નું સફળતાપૂર્વક આયોજન 21 અને 22 માર્ચ 2025 ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) માં J.B. ઓડિટોરિયમ ખાતે કરવામાં આવેલ છે. આ ટુ ડે ટેક્સ કૉન્ક્લેવમાં ઈન્ક્મટેક્સ અને જી.એસ.ટી. ને લગતાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં રાજ્યભરમાંથી 450 થી વધુ ટેક્સ પ્રોફેશનલ્સે એ ભાગ લીધો, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડ્વોકેટ્સ, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને કન્સલ્ટન્ટ્સનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ માનનીય ન્યાયાધીશ જયંતભાઈ પટેલ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ એક્ટિંગ મુખ્ય ન્યાયાધીશ દ્વારા ઉદ્ઘાટન સાથે કરવામાં આવી હતી. તેઓએ સેવન પ્રિન્સિપલ્સ ઓફ ટેક્સેશન પર માર્ગદર્શન આપ્યું અને હાજર સભ્યો સાથે ટેક્સ સિસ્ટમ કેવી રીતે ટેક્સપેયર માટે વધુ લાભપ્રદ થઇ શકે તે અંગે સૂચન આપ્યા હતાં.
માનનીય શ્રી સતીશ શર્મા, પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ, ગુજરાત, આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા. તેઓએ 1990 થી આજ સુધીની ઇન્કમ ટેક્સ સિસ્ટમની વિકાસ પ્રક્રિયા વિશે માહિતી આપી અને ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્નોલોજી દ્વારા પ્રોસેસિંગ, રિફન્ડ, ટી.ડી.એસ., એસ.એફ.ટી. થી ડેટા કલેક્શન, ઇન્સાઇટ સિસ્ટમ અને ઘટી રહેલ સ્ક્રૂટિની વિષે વિસ્તૃત છણાવટ કરી હતી.
પ્રથમ દિવસ:
પ્રથમ દિવસે ચાર જ્ઞાનવર્ધક ટેક્નિકલ સત્રો યોજાયા.
સત્ર 1: ડૉ. (CA) ગિરિશ આહુજા દ્વારા જુના અને નવા ઈન્ક્મટેક્સ કાયદા વિષે તુલનાત્મક ચર્ચા કરવામાં આવી, જેમાં કૅપિટલ ગેઇન્સ અને ચેરિટેબલ ટ્રસ્ટ્સ પર ખાસ ભાર મુકવામાં આવેલ.
સત્ર 2: CA એ. જતીન ક્રિસ્ટોફર દ્વારા GST અને સંલગ્ન અન્ય કાયદાઓ અને તે કેવી રીતે એકબીજાને અસર કરે છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
સત્ર 3: CA મનીષ દફરિયા દ્વારા ભાગીદારી ફર્મમાં મૂડીના પ્રવેશ અને ઉપાડ અંગે લગતા વિષય અને તેની અસરો તેમજ ભાગીદાર પર ટી.ડી.એસ. અંગે નવી જોગવાઈ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ સત્રોના અંતે ઈન્ક્મટેક્સ બ્રેઇન ટ્રસ્ટ સેશન, જેમાં એડ્વોકેટ મેહુલ પટેલ, CA મેહુલ ઠક્કર, CA હરીત ધારીવાલ, CA અસીમ ઠક્કર અને CA મીતિષ મોદી જેવા નિષ્ણાતો દ્વારા ઈન્ક્મટેક્સ ને લગતા વિવિધ મુદ્દાઓ અંગે વિશ્લેષણ કરી ટેક્સ પેયર અને ટેક્સ કન્સલ્ટન્ટ્સને લગતા વિવિધ પ્રશ્નોના પ્રેક્ટિકલ જવાબો આપવામાં આવેલ હતા.
વિમોચન: કાર્યક્રમમાં ઇન્કમટેક્સ બાર એસોસિએશનના મુખપત્ર આઈ.ટી. મિરર ની દસમી એડિશન જે વિશ્વ મહિલા દિવસને સમર્પિત હોય તેવા માત્ર મહિલા લેખક દ્વારા આપવામાં આવેલ આર્ટિકલ ધરાવતી એડિશન છે. જે “શીટેક્સ” તરીકે પ્રકાશિત થયો. તે સાથે જ ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સની જર્નલ સાથે ટેક્સ ગુર્જરી ના ચોથા અંકનું વિમોચન કરવામાં આવ્યું.
અંતિમ દિવસ: ટુ ડે ટેક્સ કોન્ક્લેવ ના બીજા દિવસે GST ના ઊભરતાં પ્રશ્નો, આંતરરાષ્ટ્રીય ટેક્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, અને જી.એસ.ટી. ના વિવિધ પ્રશ્નોના ઉત્તર ઈન્ડાયરેક્ટ ટેક્સ બ્રેઇન ટ્રસ્ટ સેશનના ટ્રસ્ટી આપશે તે પાર્ટિસિપન્ટ્સ માટે અત્યંત જ્ઞાનપ્રદ સાબિત થશે.