Western Times News

Gujarati News

ફુટબોલ મેચમાં હાર્યા પછી અફઘાનની ટીમે ભારતીય પ્લેયર્સ સાથે કરી ધક્કામુક્કી

AFC એશિયન કપ ક્વોલિફાયરમાં હાર પછી અફઘાન ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા સાથે ગેરવર્તન કર્યું

કોલકાતા,  કોઈપણ સ્પોર્ટ્‌સમાં ફાઈટિંગ સ્પિરિટ એક અલગ બાબત હોય છે. તેમાં ક્યારેય ખેલાડીઓ વધારે પડતો જાેશ બતાવી દેતા હોય છે.

પરંતુ સ્પોર્ટસમેન સ્પીરિટ હોવી પણ એટલી જ જરૂરી છે. જાેકે, ક્રિકેટ હોય કે ફુટબોલ, કે પછી અન્ય કોઈ ગેમ, ઘણી વખત જાેવા મળ્યું છે કે, Afghan football players indulge in a brawl with the Indian team after India registered a 2-1 win.

ખેલાડીઓ વચ્ચે નાની એવી વાતમાં ઝઘડો શરૂ થઈ જાય છે અને મામલો મારામારી સુધી પણ પહોંચી જતો હોય છે. કોલકાતામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ફુટબોલની એક મેચમાં પણ આવી જ ઘટના બની હતી. જેમાં ભારતીય ટીમ સામે હાર્યા પછી અફઘાનિસ્તાનની ટીમના ખેલાડીઓ પોતાનો ગુસ્સો કાબુમાં રાખી શક્યા ન હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા.

ભારતીય ફુટબોલ ટીમે અફઘાનિસ્તાનની ટીમને કોલકાતાના વીવાઈબીકે સ્ટેડિયમમાં રમાયેલી એએફસી એશિયન કપ ક્વોલિફાયરમાં ૨-૧થી હરાવી દીધી. આ હાર સહન ન થતા અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ભારતીય ટીમની સાથે ગેરવર્તન કર્યું. આ ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોલકાતામાં ગ્રુપ ડીના મુકાબલામાં અફઘાનિસ્તાનને ૨-૧થી હરાવીને ભારતીય ટીમે મહત્વપૂર્ણ પોઈન્ટ્‌સ મેળવી લીધા.

સુનીલ છેત્રીએ ફરી એ એક વખત ફ્રી-કિક ગોલ (૮૫ મિનિટ) માર્યો, પરંતુ અફઘાનિસ્તાનના જુબૈર અમીરીએ ફ્રી હેડલ (૮૮ મિનિટ)થી ગોલ કરી મેચ બરાબરી પર લાવી દીધી. તે પછી સહલ અબ્દુલ સમદએ શાનદાર સ્ટ્રાઈક (૯૦ ૨ મિનિટ)થી મેચ પૂરી થવાના થોડા સમય પહેલા ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક ગોલ કરતા જીત અપાવી દીધી.

મેચ હાર્યા પછી અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ભારત સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ એક વિડીયોમાં અફઘાનિસ્તાનના ત્રણ અને ભારતના બે ખેલાડીઓ વચ્ચે મારામારી થતી જાેવા મળી રહી છે. થોડીવારમાં ધક્કામુક્કી વધી જાય છે.

ભારતીય ગોલકીપર ગુરપ્રીત સિંહે બંને પક્ષોના ખેલાડીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને પણ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ધક્કો મારી નીચે પાડી દીધો. સ્થિત વણસતી જાેઈ એએફસીના અધિકારી મેદાન પર દોડી આવ્યા, પરંતુ મારામારી વધી ગઈ હતી. મારામારી કઈ બાબતે થઈ તે જાણવા મળી શક્યું નથી. એએફસી એશિયન કપ ક્વોલિફાયરની આયોજન સમિતિએ આ ઘટના અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.