તાલિબાને તલવાર અને બંદૂકોના દમ પર વિજય મેળવ્યો છે: અશરફ ગની
જોખમને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા –હવે તેઓ દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે જવાબદાર હશે.
નવી દિલ્હી, અમેરિકી સેનાની વાપસીના થોડા દિવસો બાદ જ તાલિબાને ઝડપથી અફઘાનિસ્તાનના પ્રાંતોને પોતાના કબજામાં લઈ લીધા.
હવે સંપૂર્ણ અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવી લીધો છે. જોખમને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા જાહેર કરી હતી.
લોહીની નદીઓ વહેતી રોકવા માટે મેં વિચાર્યું કે દેશ છોડી દેવો યોગ્ય છે. તાલિબાને તલવાર અને બંદૂકોના દમ પર વિજય મેળવ્યો છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે જવાબદાર હશે. ઈતિહાસે આવી શક્તિઓને કદી અપનાવી નથી.
તાલિબાન માટે એ જરૂરી છે કે, તે તમામ લોકો, રાષ્ટ્રો, વિભિન્ન ક્ષેત્રો બહેનો અને મહિલાઓને માન્યતા અને લોકોનું દિલ જીતવાનું આશ્વાસન આપે. તે જનતા સાથે મળીને એક સ્પષ્ટ યોજના બનાવે. હું હંમેશા મારા દેશની સેવા કરતો રહીશ.
અશરફ ગનીએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું કે,- આજે મારા સામે એક આકરી પસંદગી હતી કે મારે હથિયારોથી સજ્જ તાલિબાનનો સામનો કરવો જોઈએ જે મહેલમાં ઘૂસવા ઈચ્છતા હતા અથવા મારે મારા વ્હાલા દેશ અફઘાનિસ્તાનને છોડવાનો હતો. પાછલા 20 વર્ષોમાં મેં અફઘાનિસ્તાનની રક્ષા માટે મારૂં જીવન સમર્પિત કરી દીધું.