Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં ઘૂસી અફઘાની સેનાઃ બોર્ડર પર ગોળીબાર

File

(એજન્સી)કાબૂલ, બલૂચિસ્તાનના ચાધી જિલ્લામાંથી ગુરુવારે જે દ્રશ્યો સામે આવ્યા છે, તેણે દક્ષિણ એશિયામાં ફરી એક વાર મોટા સંઘર્ષના ભણકારા વગાડી દીધા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે, જે હવે ખુલ્લીને સામે આવી રહ્યો છે.

ખબર આવી રહી છે કે અફઘાનિસ્તાની સેના પાકિસ્તાની સરહદમાં ઘૂસી ગઈ છે અને બંને તરફથી જબરદસ્ત ગોળીબાર થઈ રહ્યો છે. હાલત એટલી ગંભીર છે કે, સરહદ પર જંગ જેવી હાલત બની ગઈ છે. ચાધી એ જ વિસ્તાર છે, જે બલૂચિસ્તાનમાં ડૂરંડ લાઈન નજીક આવેલો છે. તો વળી ડૂરંડ લાઈન જેને અફઘાન તાલિબાન હવે ગેરકાયદેસર ઘોષિત કરી ચૂક્યું છે.

અહીંથી અફઘાન સૈનિકોએ પાકિસ્તાનમાં ઘુસણખોરીની પુષ્ટિ થઈ છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં કેટલાય પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાં છે. જોકે પાકિસ્તાન તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.