આફ્રિકાનો સૌથી મોટો મગર, જે ગળી ગયો છે ૩૦૦ લોકોના જીવ
નવી દિલ્હી, મગરો આ વિશ્વની સૌથી ખતરનાક સરિસૃપ પ્રજાતિઓમાંની એક છે. પાણીમાં મગર એટલો જ ખતરનાક છે, જેટલો વાઘ જંગલમાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે નાઈલ નદીમાં એક મગર છે, જે કોઈપણ સામાન્ય જળચર પ્રાણી કરતા પણ વધુ ખતરનાક છે.
અમે વાત કરી રહ્યા છીએ એવા કુખ્યાત મગરની જેણે અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકોના જીવ લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે શિકારીઓ તેને પકડવા આવ્યા ત્યારે આ મગરમચ્છે તેઓના તમામ પ્રયાસો અને યુક્તિઓને નિષ્ફળ બનાવી દીધા હતા.
નાઇલ નદીમાં રહેતો આ મગર લગભગ છ મીટર લાંબો છે અને તેનું વજન એક ટન જેટલું છે. આ પ્રાણીનું નામ ગુસ્તાવ છે અને તે આફ્રિકાના સૌથી મોટા સરિસૃપમાંનો એક માનવામાં આવે છે. ગુસ્તાવ બુરુન્ડીમાં તાંગાનિકા તળાવ પાસે રહે છે, જેના કારણે સ્થાનિક લોકો હંમેશા ડરમાં રહે છે. ગુસ્તાવને પકડવા માટે દાયકાઓથી અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ કોઈ સફળ થયું નથી.
આ મગરને પકડવાના અનેક પ્રયાસોમાંથી એક ‘કેપ્ચરિંગ ધ કિલર ક્રોક’ નામની ટીવી ડોક્યુમેન્ટ્રીમાં બતાવવામાં આવ્યું છે. પરંતુ દરેક પ્રયાસની જેમ આ પણ નિષ્ફળ સાબિત થયું હતું. મગરના શિકારી પેટ્રિસ ફેયે ગુસ્તાવને પકડવાનું મિશન હાથ ધર્યું.
પરંતુ માત્ર આ વિસ્તારના કેટલાક નાના મગર જ તેમની જાળમાં ફસાય હતા. અહેવાલો મુજબ, ટીમે ગુસ્તાવને પકડવા માટે ઘણી જાળ ગોઠવી હતી, પરંતુ તેમાંથી એક પણ આ વિશાળકાય પ્રાણીને પકડી શક્યો ન હતો. ઘણી વખત નિષ્ફળ ગયા પછી શિકારીઓએ એક છેલ્લો પ્રયાસ કર્યો. તેઓએ જીવંત પ્રાણીઓ સાથે એક પાંજરું મૂક્યું. એવી આશા સાથે કે મગર શિકાર મળવાની લાલચમાં ફસાઈ જશે.
શિકારીઓને એ જાણીને આશ્ચર્ય થયું કે તોફાની રાત્રિના બીજા દિવસે બકરી પાંજરામાંથી ગાયબ હતી અને આ ભયંકર પ્રાણી પાંજરાને પાણીમાં ખેંચી ગયો હતો. જાે કે, ટીમ એ નક્કી કરવામાં નિષ્ફળ ગઈ કે વાવાઝોડાથી પાંજરૂ તૂટ્યું હતું કે પછી ગુસ્તાવ તેને તોડવામાં સફળ થયો હતો.
આખરે ટીમે પોતાની હાર સ્વીકારી લીધી. બંદૂકની ગોળીની પણ કોઈ અસર નહીં મગરના શિકારી પેટ્રિસ ફેવે ઘણા વર્ષો સુધી ગુસ્તાવનો અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે. તેમના મતે તે અન્ય મગરોની તુલનામાં ત્રણ ગણો મોટો અને અત્યંત જાેખમી હોય છે.
આ ખતરનાક પ્રાણીને મારવું સરળ નથી, કારણ કે ગુસ્તાવના શરીર પર પહેલાથી જ ત્રણ ગોળીઓના નિશાન છે. જ્યારે આ પ્રાણી સાથીની શોધમાં કિનારાથી આગળ વધી જાય છે, ત્યારે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ જાય છે. એવું માનવામાં આવે છે કે તે તેની મુસાફરી દરમિયાન ઘણા જીવો ગળી જાય છે.SS1MS