૧૪થી ૧૫ જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે
અમદાનાદ, હાલ આખા રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ છવાયો છે. ગુજરાતીઓ ઉત્તરાયણની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે પરેશ ગોસ્વામીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ અંગે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે જણાવ્યુ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ૧૨ જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં ભારે ધુમ્મસ, વરસાદ અને ભારે પવનના સૂસવાટા જોવા મળશે. રાજસ્થાનના ભાગ સુધી જોવા મળશે, જેથી ગુજરાતમાં પવનના સૂસવાટા આવી શકે છે.
સાથે જ પૂર્વ ગુજરાતમાં પણ અસર રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ૧૪થી ૧૫ જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે. જેમાં કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નીચું થઈ જશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત સુધી ઠંડી અનુભવાશે. સુરતના આસપાસ ભાગોનું તાપમાન ૧૩ ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહે. મહેસાણા જિલ્લામાં ૧૪થી ૧૬ જાન્યુઆરીમાં લઘુતમ તાપમાન ૧૨થી ૧૩ ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો આવશે. ધીમે-ધીમે ઠંડી વધશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપેલી આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. વરસાદની કોઇ સંભાવના નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, તાપમાનની વાત કરીએ તો બેથી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહી થાય. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. બેથી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ફરીથી ઠંડીનો અનુભવ થશે.SS1MS