૧૭ વર્ષ પછી બળાત્કારનો આરોપી પીડિતા સાથે રહેવા લાગ્યો
વડોદરા, ભલે આ વિચિત્ર લાગે પણ બળાત્કારનો આરોપી અને પીડિતા છેલ્લાં ૧૭ વર્ષથી ખુશીથી સાથે રહેતા જાેવા મળ્યા હતા અને તેમના સંબંધથી એક પુત્ર પણ હતો. જાે કે, આરોપી રંજીતસિંહ સોલંકીને મહિલાના નિવેદન બાદ પોલીસે જવા દીધો હતો.
મહિલાએ એવું નિવેદન આપ્યું તું કે, ન તો તેનું અપહરણ થયું હતું ન તો તેનો બળાત્કાર થયો હતો. સોલંકીને પંચમહાલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
એ પછી સોલંકી અને મહિલાને કલોલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સોલંકી વિરુદ્ધ ૨૦૦૬માં મહિલાના પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ બળાત્કાર, અપહરણ અને વ્યભિચારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસના ભાગરુપે કલોલ પોલીસે દંપતીની પૂછપરછ કરી હતી. ત્યારે તેમના નિવેદનોએ રસપ્રદ તથ્યો રજૂ કર્યા હતા. જેમાં એવું પણ સામેલ હતું કે તેમના સંબંધથી તેમને એક પુત્ર છે.
સાથે જ મહિલાને તેના અગાઉના પતિ દ્વારા બે બાળકો હતા તેને પણ સોલંકીએ ઉછેર્યા હતા. કલોલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર જેડી તરલે જણાવ્યું કે, મહિલાના પતિ દ્વારા કોર્ટનો દરવાજાે ખખડાવ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. સોલંકીના માતા-પિતાનું નામ પણ આ મામલે આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું છે અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
સબ ઈન્સપેક્ટર તરલના જણાવ્યા મુજબ, મહિલા સોલંકી અને તેના બે બાળકો સાથે તેને લઈને ભાગી ગઈ હતી. ત્યારબાદ દંપતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. સોલંકીએ મહિલાના પતિ પાસેથી તેના બાળકોની જવાબદારી પણ લીધી હતી અને એક દીકરીના લગ્ન કરાવ્યા હતા. સબ ઈન્સપેક્ટરે જણાવ્યું કે, મહિલાએ પોલીસ તેમજ કોર્ટને તેમના સંબંધોની વિગતો જણાવી હતી. જેનાથી સ્પષ્ટ થાય છે કે અપહરણ કે બળાત્કારનો કોઈ કેસ નથી.
તે મહિલાને લઈને ફરીથી સુરત જવા માટે રવાના થયો હતો. પોલીસે કહ્યું કે, હવે અપહરણ અને બળાત્કારની આઈપીસી કલમો દૂર કરવા માટે જરુરી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સોલંકીને વ્યભિચારના મુદ્દે ટ્રાયલનો સામનો કરવો પડશે.SS1MS