Western Times News

Gujarati News

અપહરણના ૨૨ વર્ષ બાદ હરિયાણાના યુવક પરિવારને મળ્યો

(એજન્સી)ચંદીગઢ, ૮૦ના દાયકામાં ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ના કથાનક પર બનતી હિન્દી ફિલ્મો જેવી ઘટના હરિયાણાના એક ગામમાં બની હતી. જેમાં પરિવારથી વિખૂટાં પડેલા એક બાળકનું ૨૨ વર્ષ બાદ યુવાવસ્થામાં પોતાના માતાપિતા સાથે સુખદ મિલન થયું હતું. આ બાળકનું કેટલાંક લોકોએ અપહરણ કર્યું હતું, બાદમાં અપહરણકર્તાઓ તેને રખડતો મુકી નાસી છૂટ્યા હતાં. After 22 years of abduction, the youth of Haryana met his family

મળતી માહિતી અનુસાર હરિયાણાં પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે (છૐ્‌ેં) વર્ષો પહેલા ગુમ થયેલા યુવક અમિતનો ૨૨ વર્ષ બાદ તેના પરિવાર સાથે મિલાપ કરાવીને માનવતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અમિત જ્યારે ૭ વર્ષનો હતો ત્યારે તે તેના પરિવારથી વિખૂટો પડી ગયો હતો અને હવે ૨૯ વર્ષની ઉંમરે તેનો તેના પરિવાર સાથે મિલાપ થયો હતો. અમિત છેલ્લા ઘણા સમયથી પરિવારને મળવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

આખરે તેણે રાજ્ય ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, પંચકુલામાં કામ કરતા એએસઆઈ રાજેશ કુમારનો સંપર્ક કર્યો અને વર્ષો પછી તેના પરિવારને મળવામાં સફળ થયો છે. એએચટીયુની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પોલીસ મહાનિર્દેશકે એએસઆઈ રાજેશ કુમારને અભિનંદન પાઠવ્યા હતા અને તેમનું મનોબળ વધાર્યું હતું.અમિતે રાજેશ કુમારને જણાવ્યું કે તે ઘણા વર્ષોથી તેના પરિવારને શોધી રહ્યો હતો

અને ૭ વર્ષની ઉંમરે તે તેના પરિવારથી અલગ થઈ ગયો હતો. તેણે કહ્યું કે શરૂઆતમાં મહિના સુધી તો તેણે ક્યાંક નોકરી કરી અને ત્યાર પછી તે પોતાના પરિવારની શોધમાં નીકળી પડ્યો, પરંતુ તેને કોઈ સફળતા મળી નહીં.

અમિતને વર્ષ ૨૦૦૩માં દિલ્હીના અલીપુર ચિલ્ડ્રન હોમ ખાતે લાવવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૯માં અમિતને ચિલ્ડ્રન હોમમાં જ કેરટેકરની નોકરી મળી ગઈ. છજીં રાજેશ કુમારના સંપર્કમાં આવતા તેમણે અમિતની કરુણાંતિકા સાંભળી અને ખાતરી આપી કે તેઓ તેને પૂરેપૂરી મદદ કરશે.

Panchkula (Haryana): A boy, who was kidnapped from Saharanpur in Uttar Pradesh, at the age of seven was able to meet his family after 22 years. An ASI of Haryana Police became a messiah and reunited the boy, who had grown up to be a youth, with his family.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.