૨૩ વર્ષ બાદ સાવ બદલાઈ ગયો શાકા લાકા બૂમ બૂમના સ્ટારકાસ્ટનો લુક
મુંબઈ, આ સીરિયલનું નામ લેતા જ ૯૦ અને ૨૦૦૦ના દાયકાથી બાળકોની ન જાણે કેટલી યાદો તાજી થઈ જાય છે. આજે ૨૩ વર્ષ બાદ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ દિવસે સીરિયલની સ્ટારકાસ્ટ ક્યાં છે અને શું કરી રહ્યા છે. સૌથી પહેલા શરુઆત કરીશું જેનિફર વિંગેટથી. જેનિફર વિંગેટ આ સીરિયલમાં પોતાની માસૂમિયતથી સૌ કોઈને દીવાના બનાવી રહી હતી.
બાળપણમાં દમદાર શરુઆત કર્યા બાદ જેનિફર વિંગેટે ઘણી ધમાકેદાર સિરીયલ અને વેબ સીરિઝમાં કામ કર્યું. હવે વાત કરીએ જાદુઈ પેન્સિલથી પોતાના સપનાને હકીકતમાં બદલનારા ‘સંજૂ’ની. ‘શાકા લાકા બૂમ બૂમ’માં એક્ટર ખિંશુક વૈદ્યએ સંજૂનું પાત્ર ભજવ્યુ હતું. મોટા થયા બાદ આ એક્ટર ‘વો તો હૈ અલબેલા’, ‘જાત ન પૂછો પ્રેમ કી’, ‘એક રિશ્તા સાઝેદારી કા’ જેવી ઘણી સીરિયલ્સમાં કામ કરેલું છે.
શાકા લાકા બૂમ બૂમ’ના ‘ઝૂમરુ’ એટલે એક્ટર આદિત્ય કપાડિયા હવે અભિનયની દુનિયાનું જાણીતું નામ બની ચુક્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા આ એક્ટર થોડા સમય પહેલા જ પિતા બન્યો છે. ચાઇલ્ડ આર્ટિસ્ટ હંસિકા મોટવાની હવે સાઉથ ઈંડસ્ટ્રીનું જાણીતું નામ બની ચુકી છે. આ એક્ટ્રેસ ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં પણ જાેવા મળી ચુકી છે.
આ એક્ટ્રેસ સાઉથની ઘણી સુપરહીટ ફિલ્મોમાં પણ ભાગ બની ચુકી છે. બાળકોની ફેવરિટ સિરીયલ ‘સોનપરી’ની ‘ફ્રૂટી’ એટલે તન્વી હેગડે ‘શાકા લાકા બૂમ બૂમ’માં પણ જાેવા મળી હતી. આ એક્ટ્રેસે પણ સિરીયલની દુનિયાથી દૂર સાઉથની ફિલ્મોમાં ઓળખ બનાવી છે. સંજના’ ઉર્ફે એક્ટ્રેસ રીના વોરા પણ સિરીયલ અને ફિલ્મોમાં સક્રીય છે. જાેકે, આ એક્ટ્રેસ લીડ રોલમાં ખુદને સ્થાપિત નથી કરી શકી.SS1MS