શેલ, રિલાયન્સ અને ONGCનું સંયુક્ત સાહસ પન્ના-મુક્તા ફિલ્ડ ONGCને પરત કરશે
મુંબઈ, પન્ના-મુક્તા અને તાપ્તિ (પી.એમ.ટી.) સંયુક્ત સાહસના ભાગીદારો લગભગ 25 વર્ષની કામગીરી બાદ પન્ના-મુક્તા ઓઇલ અને ગેસ ફિલ્ડ્સ ભારત સરકારના નોમિની ઓ.એન.જી.સી.ને ડિસેમ્બર 21, 2019ના રોજ પરત કરશે.
પી.એમ.ટી. સંયુક્ત સાહસમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓ.એન.જી.સી.). રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) અને બી.જી. એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન ઇન્ડિયા લિમિટેડ (બી.જી.ઇ.પી.આઇ.એલ.) અનુક્રમે 40 ટકા, 30 ટકા અને 30 ટકા હિસ્સો ધરાવે છે. પી.એમ.ટી. સંયુક્ત સાહસ દ્વારા 1994માં ભારત સરકાર સાથે પન્ના-મુક્તા અને તાપ્તિ ફિલ્ડ્સ માટે કરવામાં આવેલો પોડક્ટ શેરીંગ કોન્ટ્રાક્ટ (પી.એસ.સી.) ડિસેમ્બર 21, 2019ના રોજ પૂરો થાય છે.
તાપ્તિ ફિલ્ડ્સનું ઉત્પાદન 2016થી અટકી ગયું છે અને તાપ્તિ પ્રોસેસ પ્લેટફોર્મ સુવિધાઓ ઓ.એન.જી.સી. (ભારત સરકારના પ્રતિનિધિ)ને 2016માં સોંપી દેવામાં આવી છે. પી.એમ.ટી. સંયુક્ત સાહસ દ્વારા ભારતના પ્રથમ ઓફશોર ડિકમિશનિંગ એન્ડ સાઇટ રીસ્ટોરેશન પ્રોજેક્ટ હેઠળ તાપ્તિ સુવિધાઓના બાકી રહેલા ભાગને બંધ કરવાનું અને સ્થળને પુનર્વત કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. પન્ના-મુક્તા સોંપણી બાદ પણ બી.જી.ઇ.પી.આઇ.એલમાં તાપ્તિ ડિકમિશનિંગ અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.
પી.એમ.ટી. ફિલ્ડ્સ ભારતમાં સંયુક્ત પરિચાલન મોડલ હેઠળ કામગીરી કરનારાં પ્રથમ ફિલ્ડ્સ હતાં. મુંબઈના દરિયામાં આવેલા પન્ના-મુક્તા ફિલ્ડ્સમાંથી ડિસેમ્બર 1994થી 211 મિલિયન બેરલ (એમ.એમ.બી.બી.એલ.એસ.) ઓઇલ અને 1.25 ટ્રીલિયન ઘન ફૂટ (ટી.સી.એફ.) કુદરતી ગેસનું ઉત્પાદન થતું રહ્યું છે. સન્ 2019માં આ ફિલ્ડ્સનું સરેરાશ માસિક ઓઇલ ઉત્પાદન 10,000 બેરલ પ્રતિ દિન અને કુદરતી ગેસ ઉત્પાદન 140 મિલિયન ઘન ફૂટ પ્રતિદિન હતું.
આ અંગે ટીપ્પણી કરતા બી.જી.ઇ.પી.આઇ.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ત્રિવિક્રમ અરુણે જણાવ્યું હતું કે, પી.એમ.ટી. સંયુક્ત સાહસ ભારતની સૌથી મોટી રાષ્ટ્રીય ઓઇલ કંપની (ઓ.એન.જી.સી.), ભારતની સૌથી મોટી ખાનગી કંપની (રિલાયન્સ) અને આંતરરાષ્ટ્રીય ઓઇલ કંપની (શેલ) વચ્ચેની સફળ ભાગીદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શેલને આ યાત્રાના સહભાગી થવાનો અને રિલાયન્સ, ઓ.એન.જી.સી. અને ભારત સરકાર સાથે ભાગીદારી કરવાના વિશેષાધિકારનો ગર્વ છે. કરારની મુદત પૂરી થતાં પી.એમ.ટી. સંયુક્ત સાહસમાંથી ઓ.એન.જી.સી.ને સુરક્ષિત રીતે ઉત્પાદન ક્ષેત્રો સોંપવા માટે અમારી ટીમોએ અથાગ કાર્ય કર્યું છે.
આ પ્રસંગે વાત કરતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શનના પ્રેસિડેન્ટ શ્રી બી. ગાંગુલીએ જણાવ્યું હતું કે, સન્ 2007-08માં સર્વોચ્ચ સ્તરે પન્ના-મુક્તાએ ભારતના કુલ ઓઇલ ઉત્પાદનના 6 ટકા અને ગેસ ઉત્પાદનમાં 7 ટકાનું પ્રદાન કર્યું હતું. રિલાયન્સ આ યાત્રાનો ભાગ રહી છે અને ઊર્જા પૂરી પાડીને ભારતના ઓઇલ અને ગેસ ક્ષેત્રની વૃધ્ધિ અને વિકાસમાં પ્રદાન આપ્યું છે.