૩૫ વર્ષ બાદ અમેરિકાએ દંપતીને દેશમાંથી કાઢી મૂક્યા

કોલંબિયા, દક્ષિણ કેલિફોર્નિયન યુગલ, ગ્લેડીસ અને નેલસન ગોનઝાલેઝને અમેરિકામાં ૩૫ વર્ષ રહ્યા પછી કોલંબિયા પાછા મોકલી દેવામાં આવ્યા છે.
આ કપલ ૧૯૮૯માં આવ્યું હતું અને લગભગ ચાર દાયકાથી તેમના સમુદાયનો હિસ્સો રહ્યું હતું. તેમની આઈસીઈ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ૧૮ માર્ચે કોલંબિયા મોકલી દેવાયા અગાઉ સાડા ત્રણ અઠવાડિયા ડિટેન્શનમાં ગાળ્યા હતા.
કપલે અમેરિકામાં રહેવા માટે માર્ચ ૨૦૦૦થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં તમામ કાનૂની વિકલ્પો અજમાવી લીધા હતા અને નેલસન ગોનઝાલેઝએ ૧૯૯૨માં શરણ માટે અરજી દાખલ કરી હતી.
૫૫ અને ૫૯ વર્ષના આ દંપતિની યુએસ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) વિભાગે ૨૧ફેબ્›આરીએ અટકાયત કરી હતી અને સાડા ત્રણ અઠવાડિયા ડિટેન્શનમાં રાખ્યા પછી ૧૮ માર્ચે તેમને નિર્વાસિત કરી દેવામાં આવ્યા હતા. નિષ્ઠાપૂર્વક ચેક-ઈન અને નાગરિકતા માટે કાનૂની માર્ગાે શોધવા છતાં તેમના પ્રયાસો નિષ્ફળ નિવડયા હતા.
તેમની અમેરિકામાં જન્મેલી ત્રણ પુત્રીઓએ તેમના માતાપિતા સામેની કાર્યવાહીને ક્‰ર અને અન્યાયી ગણાવી હતી અને તેમની સાથે અપરાધીઓ જેવો વ્યવહાર થયો હોવાનું જણાવ્યું હતું તેમજ સમાજને તેમણે આપેલા ફાળાની યાદ અપાવી હતી.
ઈમિગ્રેશન વકીલે દાવો કર્યાે કે ગોનઝાલેઝ ૧૯૯૦ના દાયકામાં જ્યારે પોતાની સ્થિતિ કાનૂની બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે છેતરપિંડી કરનારી ઈમિગ્રેશન પ્રવૃત્તિઓનો ભોગ બન્યા હતા. આઈસીઈ અધિકારીઓએ જણાવ્યું કે કપલે ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં તમામ કાનૂની વિકલ્પો અજમાવી લીધા હતા.
નેલસને ૧૯૯૨માં શરણ માટે અરજી કરી હતી પણ તેનો કેસ ૧૯૯૮માં બંધ કરી દેવાયો હતો જેના પછી ૨૦૦૦માં તેની સામે સ્વૈચ્છિક નિર્વાસીત થવાનો આદેશ જારી કરાયો હતો.અચાનક કરાયેલા નિર્વાસને પરિવારને ભાવાત્મક અને આર્થિક રીતે મોટો ફટકો પાડયો છે. ઈમિગ્રેશન વકીલે કપલને તેમના વ્યવહાર સાચવવા તેમજ સંબંધીઓને મળવાનો પૂરતો સમય પણ ન આપવા બદલ પ્રશાસનની ટીકા કરી હતી.SS1MS