વલસાડ કોલેજ કેમ્પસમા ૪ વિદ્યાર્થીઓ દારૂ પીતા ઝડપાયા બાદ એબીવીપીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
(પ્રતિનિધિ)વલસાડ, હોસ્ટેલ અસામાજિક તત્વોનો અડ્ડો બને તે પહેલાં અસામાજિક પ્રવૃતિઓ અંકુશમાં લાવવા માંગ કરી વલસાડ નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત કોલેજ કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલના એક રૂમમાં દારૂની મહેફિલ માણતા ૨ વિદ્યાર્થીઓ સહિત ૪ને સીટી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા હતા.
જે ઘટનાને લઈને વલસાડ નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત લો કોલેજ, આર્ટસ કોલેજ, કોમર્સ કોલેજ અને સાયન્સ કોલેજ સહિતના આચાર્યને છમ્ફઁઁના અગ્રણીઓએ આવેદન પત્ર પાઠવી હોસ્ટેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માંગ કરી છે.
તાજેતરમાં વલસાડ નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત બોયઝ હોસ્ટેલમાં એક રૂમમાં.૨ બહારના લોકો સહિત ૪ને દારૂની મહેફિલ માણતા સીટી પોલીસે ઝડપી પાડયા હતા. જેને ઘટનાને લઈને વલસાડ છમ્ફઁ દ્વારા કોલેજ કેમ્પસ સંચાલકોને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જેમાં બોયઝ હોસ્ટેલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બને તે પહેલાં જરૂરી સાવચેતીઓ રાખવા અને અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વલસાડની જે.પી. શ્રોફ આર્ટસ કોલેજ, શાહ કે.એમ. લો કોલેજના આચાર્ય નિકિતા બેન રાવલ, જે પી શ્રોફ આર્ટસ કોલેજના આચાર્ય સોનલ બેન, શાહ એન.એચ. કોમર્સ કોલેજના આચાર્ય ડો. ગીરીશભાઈ રાણા તથા નૂતન કેળવણી મંડળના સેક્રેટરીને આવેદનપત્ર આપી કોલેજ. પરિસરનું વાતાવરણ બગાડનાર તત્વો સામે શિક્ષાત્મક પગલાં લેવા તથા ફરીવાર આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા આવેદન આપવામાં આવે તે ધ્યાન રાખવા જણાવ્યું હતું. ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પૂર્ણવર્તન થાય તો છમ્ફઁ દ્વારા ઉગ્ર અદોલન કરવાની ચીમકી આપી હતી.