૫ દિવસ બાદ સુરતના સુરાના અને કંસલ ગ્રુપ પર ITના દરોડાની કાર્યવાહી પૂર્ણ
સુરત, છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા પાડ્યા છે. અત્રે જણાવીએ કે, ૫ દિવસ બાદ સુરાના ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપના ૨૨થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ સુરાના ગ્રુપની ૫૦૦ કરોડની બેનમી આવક, સંપત્તિ અને વ્યવહારો મળી આવ્યા છે. જ્યારે કંસલ ગ્રુપના ૨૦૦ કરોડના બેનામી વ્યવહારો, સંપત્તિ આવક મળ્યી આવ્યો છે. મળી આવેલા દસ્તાવેજોનું વેરિફિકેશન કર્યા બાદ કર ચોરીની સાચી રકમ બહાર આવશે.
સુરાના ગ્રુપ જમીન લે વેચ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે સંકળાયેલું છે. જ્યારે કંસલ ગ્રુપ યાર્નના વ્યવસાય ઉપરાંત જમીનના ધંધા સાથે પણે સંકળાયેલું છે. અત્રે જણા વીએ કે, ૧૦૦થી વધુના કાફલા સાથે આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો હતો. દરોડા તેમજ બાતમીની માહિતી લિક ન થાય તે માટે મહારાષ્ટ્ર પાસિંગની (સ્ૐ) ગાડીઓ ઉપયોગમાં લેવાઇ હતી. તપાસ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ અને જ્વેલેરી મળી આવી હોવાની માહિતી છે.SS1MS