Western Times News

Gujarati News

૫ વર્ષની રિલેશનશિપ પછી મહિલાએ રેપ કેસ કર્યો હતો

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ તેમજ અન્ય ગુનાઓ હેઠળ નોંધાયેલી એક ફરિયાદના કેસમાં આરોપી યુવકને જામીન આપ્યા હોવાની જાણકારી સામે આવી છે. નોંધનીય છે કે ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ રેપ સહિતની ધારા હેઠળ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પહેલા તેઓ પાંચ વર્ષ સુધી અંગત સંબંધમાં રહ્યા હતા. આરોપી યુવકે કાયમી જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે માન્ય રાખવામાં આવી છે. ૧૦ હજાર રુપિયાના બોન્ડ પર યુવકને જામીન પર જેલમુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ કેસમાં જ્યારે કથિત આરોપીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જામીનની અરજી કરી તો હાઈકોર્ટે નોંધ્યું કે, ફરિયાદી મહિલા અને આરોપી વર્ષ ૨૦૧૫-૧૬થી રિલેશનશિપમાં હતા.

મહિલાનો આરોપ છે કે આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી હતી જેના કારણે તેણે વર્ષ ૨૦૧૭માં પોતાના પતિને છૂટાછેડા પણ આપી દીધા હતા. પરંતુ આરોપી પોતાની વાત પરથી ફરી ગયો અને મહિલા સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. પરંતુ તથ્યો પરથી સ્પષ્ટપણે કહી શકાય કે ફરિયાદી અને આરોપી બન્ને પુખ્ત ઉંમરના લોકો છે અને રિલેશનશિપમાં પણ પોતાની મરજી તેમજ સમજથી જાેડાયા હશે.

રિપોર્ટ અનુસાર, હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, ફરિયાદી મહિલા સાબિત નહી કરી શકે કે જ્યારે તેઓ રિલેશનશિપમાં હતા ત્યારે આરોપી લગ્નને લગતું કોઈ વચન આપ્યુ હતું. આરોપીએ મહિલા વિરુદ્ધ કોઈ જ્ઞાતિવિષયક કમેન્ટ કરી હોય તે આરોપ પણ ક્યાંય સાબિત થતો નથી.

જામીન માટે અરજી કરનાર આરોપી જૂન મહિનાથી જેલમાં છે. જાે કેસના તથ્યો અને સંજાેગોને ધ્યાનમાં રાખવામાં આવે તો પ્રથમ દ્રષ્ટિએ જામીન આપવા માટે ફીટ કેસ જણાઈ રહ્યો છે. કેસની વાત કરવામાં આવે તો, ફરિયાદી અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો.

આરોપી યુવક સાથે લગ્ન કરવા માટે મહિલાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારપછી પણ તેઓ ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. અને વર્ષ ૨૦૨૨માં મહિલાએ ગાંધીનગર પોલીસ સ્ટેશન પહોંચીને દુષ્કર્મ, અત્યાચાર સહિતના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.