“આઝાદીના ૭૫ વર્ષ પછી દેશમાં કાયદાની આ સ્થિતિ છે ?!”
સુપ્રિમ કોર્ટ કહે છે કે, “હું જ કાયદો, હું જ કાયદાનું શાસન અને હું જ ન્યાય” ની જેમ નેતાઓ, સરકાર કે તેમના અધિકારીઓ વર્તી શકે નહીં કારણ કે દેશનું “બંધારણ” જ સર્વાેચ્ચ કાયદો છે તેનું ભાન આજના કેટલાક નેતાઓ અને અધિકારીઓને કેમ નથી?! વકીલો ઈલાજ બતાવશે ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! જેમાં ડાબી બાજુથી ઈન્સેન્ટ તસ્વીર ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાની છે ! તેઓ કહે છે કે, “એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અÂસ્તત્વ ટકાવી રાખવા માટે કાયદાનું શાસન જ સૌથી મોટી આશા છે”!! ન્યાય તંત્ર ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ રીતે ધારાસભા, કારોબારીનું આધિપત્ય ન હોવું જોઈએ !
બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડની છે તેઓ કહે છે કે, “કોઈ લેખ, આર્ટીકલ કેટલો નુકશાનકારક છે તે જાણ્યા વિના તેના પર રોક લગાવવી એ “મોતની સજા” બરાબર છે”! આમ તેઓ સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યો અને બંધારણવાદની ભાવનાનું સમર્થન કરતા રહ્યા છે ! ત્રીજી તસ્વીર સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ શ્રી બી. આર. ગવાઈની છે
અને જસ્ટીસ શ્રી કે. વી. વિશ્વનાથનની છે તેઓ કહે છે કે, “અધિકારી જજ બની શકે નહીં કોઈ વ્યક્તિને દોષિત જાહેર કરીને સજા તરીકે તેનું રહેઠાણ કે વ્યવસાયિક મિલકત તોડી શકે નહીં સત્તાવાળાઓ કુદરતી ન્યાયના મૂળભૂત સિધ્ધાંતોનું પાલન કર્યા વગર કોઈ બિલ્ડીંગ તોડી પાડે છે ત્યારે ભયાનક દ્રશ્ય ઉભુ થાય છે”!!
“ઈન્સાન દિલકી યે ચાહત હૈ કી એક ઘર કા સપના કભી ન તૂટે”!! આમ આપણાં નેતાઓને આઝાદીના ૭૫ વર્ષ પછી પણ દેશનું બંધારણ એ જ સર્વાેચ્ચ કાયદો છે એ સુપ્રિમ કોર્ટે સમજાવવું પડે છે !! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ એન. વી. રમના, પૂર્વ ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડ સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ બી. આર. ગવાઈ, જસ્ટીસ કે. વી. વિશ્વનાથન શું કહે છે ?!
બ્રિટીસ પ્રોફેસર ડાઈસી કહે છે કે, “જયાં સુધી વ્યક્તિ કાયદાનો ભંગ ન કરે ત્યાં સુધી તે શિક્ષાને પાત્ર ગણાય નહીં, કાયદાના ભંગ બદલ સર્વેને સમાન સજા એટલે કાયદાનું શાસન”!! ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું છે કે, “કાયદો સર્વાેપરી છે અને તે કોઈની વચ્ચે ભેદભાવ કરતો નથી તેથી કયદાનું શાસન એ લોકશાહીનો આધારસ્તંભ છે”!!
વિશ્વના લોકશાહી દેશોમાં “કાયદાનું શાસન” ભયમાં મુકાઈ ગયું છે !! આધુનિક શોશીયલ મિડીયાની વૃત્તિ – પ્રવૃત્તિમાં સંવેદના હિતની ફેલાઈ રહી હોવાનું મનાય છે ! લોકશાહી દેશમાં નેતૃત્વ કરતા નેતાઓની ગુણવત્તા બદલાઈ ગઈ છે ! મૂલ્યો બદલાઈ ગયા છે !
ભારતમાં લોકશાહી મૂલ્યો, બંધારણવાદની ભાવના અને કાયદાના શાસનને ગ્રહણ લાગ્યું છે ! તેના ઉદાહરણો અને દાખલા જોતાં આત્મા સાથે જીવતા લોકોના રૂંવાટા ખડા થઈ જાય એવો દેશનો માહોલ છે !! “ધર્મ” ને નામે “અધર્મ” ! “કાયદાના નામે ન્યાયની હત્યા” ! અને સત્તા માટે રાજધર્મનો મૃત્યુઘંટ ?! આની સમજ ન હોય એ રીતે કેટલાક સુશિક્ષિતો તમાસો જોઈ રહ્યા છે, તો કેટલાક પાતાના “આત્મા” સાથે સમાધાન કરી
જીવી રહ્યા છે ! તો કેટલાકનો આઈકયુ એટલો નીચે ઉતરી ગયો છે કે તેમની બુÂધ્ધ વેન્ટીલેટરથી જીવંત છે ?! ત્યારે આ કેવી પ્રગતિ ?! કે પછી પારાકાષ્ટા છે અધર્મની ?!
ગુજરાત હાઈકોર્ટ જયારે સરકારના કે સરકારી અધિકારીના નિર્ણયને ગેરબંધારણીય ઠરાવે છે કે, ઉલટાવી નાંખે છે કે દિશા નિર્દેશ કરે છે ત્યારે ‘કાયદાનું શાસન’ લાગુ પડે છે ! ‘રાજધર્મ’ કાયદાના શાસનનું પાલન કરે તો દેશમા ‘લોકોની આઝાદી અને લોકશાહી સલામત છે તેમ કહેવાય’ ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટીકા કરવાની તક ન આપે એ ‘કાયદાનું શાસન છે’!!
સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું છે કે, “ન્યાયતંત્ર એ બંધારણનું સરંક્ષક છે કાયદાનું બંધારણીય મૂલ્યાંકન કરવાની ન્યાયતંત્રની ફરજ છે! પરંતુ બંધારણીય આસ્થાને ટકાવી રાખવાની જવાબદારી નયાયતંત્ર ઉપરાંત ધારાસભા કે કારોબારીની પણ છે”!!
આવું થાય તો સરકારની ટીકા ઓછી થાય અને દેશનું બંધારણ એ જ સર્વાેચ્ચ કાયદો છે ! માટે સરકારોએ બંધારણ મુજબ કામ કરવાનું છે ! સરકાર ગમે તે પક્ષની હોય પણ એક વાર ગુજરાત હાઈકોર્ટ કોઈ અધિકારીના નિર્ણયને ઝાટકે એટલે સરકારે તેને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગીને પગલા ભરવા જોઈએ આ
“રાજધર્મ” છે ! પરંતુ ગુજરાત હાઈકોર્ટ ટ્રાફિક અને રખડતા ઢોર કેસમાં સરકારી અધિકારીઓને અને મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓને ઝાટકતા કહેવું પડયું “તમે અધિકારીઓ “સી.એમ.” ની વાત સાંભળતા નથી તો બીજા કોની સાંભળશો” ?! એટલે હવે ગુજરાત સરકારે કાયદાનું શાસન પ્રસ્થાપિત કરાવવા કડક નહીં બને તો ગુજરાત એ ગુન્હાખોરીનું રાજય બની જશે ! અત્યારે ગુજરાતમાં ગુન્હાખોરી વકરી છે ! પોલીસ શું કરે છે ! એ બધાં જાણે છે ! લોકોને એફ.આઈ.આર. કરાવવા હાઈકોર્ટમાં જવું પડે છે ?! કેમ ???!
સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ કહે છે કે, સરકાર નાના કેસો પણ સુપ્રિમમાં લાવે છે, તેનાથી કોર્ટનું ભારણ વધી જાય છે !! સુપ્રિમ કોર્ટ એ સુપ્રિમ છે તેનું જ્ઞાન અને ભાન આજના ઘણાં નેતાઓને નથી ! સુપ્રિમ કોર્ટ ઝાટકે છે ત્યારે નેતાઓ ઘુટણીએ પડે છે ! આઝાદીના ૭૬ વર્ષ પછી પણ દેશમાં આ સ્થિતિ છે વકીલોએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ બનવાની જરૂર છે !!
ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ કહે છે કે, “સુપ્રિમ કોર્ટમાં ૮૦ હજાર કેસો પેન્ડીગ છે, તેમાં મોટા ભાગના નાના, નાના કેસો છે ! પેન્શન સબંધી અને જમીન વહેંચણીને લગતા કેસો છે ! સરકાર નાના કેસો સુપ્રિમમાં લાવે છે”!! ભરતમાં સુપ્રિમ કોર્ટમાં જવું સામાન્ય માનવીનું ગજુ નથી ત્યારે સરકારનો ઈરદો લોકોને સરળ, ઝડપી ન્યાય મળે તે હોવો જોઈએ !
પણ એવું હકીકતમાં કાંઈ જોવા નથી મળી રહ્યું ! શું કાગડા બધે જ કાળા છે ?! ભારતની કેન્દ્ર સરકારના કોઈ પણ નેતા ગમે તેટલા મોટા હોય, સક્ષમ હોય પરંતુ સુશિક્ષિત નેતાઓએ એ ના ભુલવું જોઈએ કે, ભારતનું બંધારણ એ દેશમાં શાસન કરે છે ! કોઈ નેતા નહી ?! માટે તેણે રાજધર્મનું પાલન કરવાનું છે અને ન્યાયધર્મનું સન્માન કરવાનું છે !
ભારતની સુપ્રિમ કોર્ટ ઉત્તરપ્રદેશની સરકાર કથિત અપરાધીઓના મકાન ઉપર “કાયદો હાથમાં લઈ” બુલ્ડોઝર ચલાવી સમગ્ર પરિવારને ઘરવિહોણા કરીને “હું કાયદો, અને હું જ કાયદાનું શાસન અને હું જ ન્યાય” ની જેમ વર્તતા નેતાઓને તેમની સત્તાનું ભાન કરાવતા કહેવું પડયું કે, સરકારી અધિકારીઓને કોઈને અપરાધી જાહેર કરવાનો અધિકાર નથી !
માત્ર અપરાધી કે અપરાધી હોવાનું કારણ આગળ ધરીને તેનું ઘર તોડી પાડવાનો પણ તેને અધિકાર નથી ! ટૂંકમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈ અને જસ્ટીસ શ્રી કે. વી. વિશ્વનાથને ઉત્તરપ્રદેશની સરકારને કહેવું પડયું કે, “બુલ્ડોઝર એકશન કાયદા વગરના શાસન સમાન છે”!! ખરેખર તો આ સલાહ દરેક રાજયના એડવોકેટ જનરલોએ પોતાની સરકારને આપવી જોઈએ પણ એડવોકેટ જનરલો કે મુખ્ય સરકારી વકીલોની નિયુક્તિ સરકારનું કાયદા વિભાગ કરતું હોવાથી આવી હિંમત કોણ દેખાડે ?!
આ સ્થિતિ આજે દેશની છે ?! તેનો ઉપાય શું ?! વકીલો વિચારે કારણ કે તેમના અસીલોને ન્યાય વકીલોએ અપાવવાનો છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.