Western Times News

Gujarati News

ઘણા સમય બાદ ફલક નાઝે ભાઈ સાથેની તસવીર શેર કરી

મુંબઈ, ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જ્યારે ‘અલી બાબાઃ દાસ્તાં-એ-કાબૂલ’ ફેમ તુનિષા શર્માએ જીવન ટૂંકાવ્યું ત્યારે માત્ર સાથે કામ કરતાં કલાકારને જ નહીં પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. ૨૦ વર્ષીય એક્ટ્રેસના કેસમાં તેના કો-એક્ટર અને પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની દુષ્પ્રેરણા આપવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આશરે ૬૯ દિવસ સુધી જેલમાં રહ્યા બાદ તેની ૪ માર્ચે જામીન પર મુક્તિ થઈ હતી. આ દરમિયાન સતત તેની સાથે કોઈ રહ્યું હોય તો તે હતી બહેન ફલક નાઝ, જે પણ વ્યવસાયે એક્ટ્રેસ છે. બંને એકબીજા સાથે ક્લોઝ બોન્ડ ધરાવે છે ત્યારે ફલકે તેને ગમે તે કિંમતે બહાર નીકાળવાનું નક્કી કર્યું હતું અને જે દિવસે શીઝાન બહાર આવ્યો ત્યારે તે ઈમોશનલ થઈ હતી.

ભાઈ-બહેનની જાેડીની એક સુંદર તસવીર સામે આવી છે. શીઝાન ખાનને જેલ થઈ ત્યારથી ફલક નાઝ સોશિયલ મીડિયા પર એકદમ ઓછી એક્ટિવ રહેતી હતી. તેના બહાર આવ્યા બાદ એક્ટ્રેસે રવિવારે પહેલીવાર બંનેની તસવીર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.

જેમાં તે એથનિક વેઅરમાં જાેવા મળી જ્યારે શીઝાને શોર્ટ કૂર્તો અને પેન્ટ પહેર્યું હતું. બંનેએ ગોગલ્સ પહેરીને કેમેરા સામે પોઝ આપ્યો હતો. આ સાથે લખ્યું હતું ‘જેઓ આ માટે ઘણા સમયથી કહી રહ્યા હતા… તો આ રહ્યું તે… પ્રેમ અને શાંતિ #loveyoumybaby અને #lovefandoms.

બહેન શફાક નાઝે કોમેન્ટ કરતાં ‘છુુુ’ લખ્યું હતું તો અનન્યા દ્વિવેદીએ લખ્યું હતું ‘ખૂબ બધો પ્રેમ’. આ સિવાય કિશ્વર મર્ચન્ટ, સુમિત ભારદ્વાજ, અમન ગાંધી, આરતી સિંહ, વિન્ની અરોરા ધૂપર, ચારુ મલિક, ખાલિદ સિદ્દીકી તેમજ ચિત્રાંશી રાવત સહિતના સેલેબ્સે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા. કેટલાક ફેન્સે તુનિષા શર્માને પણ યાદ કરી હતી.

શીઝાન ખાનને જામીન મળ્યા બાદ ઝૂમ એન્ટરટેન્મેન્ટ સાથે વાતચીત કરતાં ફલકે જણાવ્યું હતું કે, તેઓ ઘણા સમયથી લડાઈ લડી રહ્યા હતા. ઘરે પહોંચીને સૌથી પહેલા તે આખા ઘરમાં ફર્યો હતો. દરેકે સાથે બેસીને ખૂબ વાતો કરી હતી. ૧ લાખ રૂપિયાના બોન્ડ પર તેને જામીન મળ્યા છે. આ સિવાય કેટલાક નિયમોનું પાલન પણ કરવાનું કહેવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.