ગૂપચૂપ લગ્ન બાદ હવે પિતા બની ગયો વિવિયન ડિસેના
મુંબઈ, સીરિયલ મધુબાલાથી પોપ્યુલારિટી મેળવનારો એક્ટર વિવિયન ડિસેના પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવામાં માને છે. થોડા દિવસ પહેલા જ મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે વિવિયને લગ્ન કરી લીધા છે. વિવિયને પોતાની લોન્ગ ટાઈમ પાર્ટનર નૌરાન અલી સાથે લગ્ન કર્યા છે. નૌરાન ઈજિપ્તની નાગરિક છે. હવે વિવિયન અને નૌરાનને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે.
આ સમાચાર વિવિયનના ફેન્સને ખુશી આપી શકે છે. વિવિયન ડિસેના પિતા બની ગયો છે. અહેવાલ પ્રમાણે, વિવિયન ડિસેના અને નૌરાન અલી દીકરીના પેરેન્ટ્સ બન્યા છે.
કપલની દીકરી બે મહિનાની છે. પહેલા ફક્ત વિવિયને લગ્નની વાત છુપાવી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે, તે દીકરીના જન્મ વિશે પણ જાહેરમાં વાત કરવા તૈયાર નથી. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે કે, “વિવિયન એક દીકરીનો પિતા છે અને તે લગભગ બે મહિનાની છે.
નૌરાન અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર ક્લોઝ ફ્રેન્ડ્સ (એવું ફીચર જેમાં ફક્ત પસંદગીના લોકો જ તસવીરો જાેઈ શકે) સાથે તસવીરો શેર કરતી રહે છે. મેં તેની તસવીરો જાેઈ છે. વિવિયન ડિસેનાના એક પૂર્વ કો-એક્ટરે નામ ના આપવાની શરતે તે પિતા બન્યો હોવાની પુષ્ટિ કરી છે.
એક્ટરે બાળકી વિશે તો વધુ વાત કરવાનો ઈનકાર કર્યો પરંતુ તેણે આગળ કહ્યું, નૌરાન વિવિયનના ચાહકો પૈકીની એક હતી. તેણી કેટલીયવાર અમારા શોના સેટ પર આવતી હતી અને વિવિયનના શોટ્સ કયા એંગલથી લેવાશે, તે શું પહેરશે વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખતી હતી.” જાેકે, પિતા બનવા અંગે વિવિયન તરફથી અહેવાલ લખાયો ત્યાં સુધીમાં કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ‘શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’ના એક્ટર વિવિયન ડિસેનાના આ બીજા લગ્ન છે. અગાઉ તેણે એક્ટ્રેસ વ્હાબીઝ દોરાબજી સાથે લગ્ન કર્યા હતા. વ્હાબીઝ અને વિવિયન સીરિયલ ‘પ્યાર કી યે એક કહાની’ના સેટ પર પ્રેમમાં પડ્યા હતા.
વિવિયન અને વ્હાબીઝે ૨૦૧૩માં લગ્ન કર્યા હતા. લગ્નના ૩ વર્ષમાં જ તેમની વચ્ચે મતભેદો થવા લાગ્યા હતા. તેમણે ૨૦૧૬માં ડિવોર્સ માટે અરજી કરી હતી અને ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તેમના ડિવોર્સ મંજૂર થયા હતા.SS1MS