Western Times News

Gujarati News

42 કરોડની ઠગાઈ યુવક સાથે દંપત્તીએ કરી હોવાની ફરિયાદ એક વર્ષ બાદ સીઆઈડી ક્રાઈમે નોંધી

નિકોલના યુવાન સાથે રૂ. ૪૨ કરોડની ઠગાઈ કરવામાં આવી-પીડિતે ફરિયાદ નોંધાવવા માટે વર્ષ સુધી કચેરીઓના ધક્કા ખાધા ત્યારે હવે ફરિયાદનો મેળ પડ્યો

અમદાવાદ, લોભ અને લાલચ જ્યારે માનવીમાં જાગે છે ત્યારે ધૂતારા ફાવી જાય છે. અમદાવાદના નિકોલના યુવાન સાથે પણ આવો જ કિસ્સો બન્યો છે. ઠગ દંપતીએ આઇપીઓમાં રોકાણના બહાને ઠગાઈ કરી છે. અમદાવાદમાં નિકોલના યુવાન સાથે રૂ. ૪૨ કરોડની ઠગાઈ કરવામાં આવી છે.

તેઓએ આઇપીઓમાં રોકાણ કરી બમણા વળતરની લાલચ આપી હતી. પીડિતે ફરિયાદ નોંધાવવા માટે વર્ષ સુધી કચેરીઓના ધક્કા ખાધા ત્યારે હવે ફરિયાદનો મેળ પડ્યો છે.

છેવટે એક વર્ષ પછી સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ પોતે સાચો હોવાના એફએસએલમાં ટેસ્ટ કરાવ્યા છે. નિકોલના યુવકની આઈપીઆમાં રોકાણ કરીને બમણું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને ઠગ દંપતીએ ?

૪૨ કરોડની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ એક વર્ષ બાદ સીઆઈડી ક્રાઈમે નોંધી છે. ઠગાઈ થઈ હોવા અંગેની અરજી યુવકે વર્ષ ૨૦૨૩માં સીઆઈડી ક્રાઈમમાં કરી હતી. ત્યારબાદ તપાસ એજન્સીએ ફરિયાદી અને આરોપીના સતત એક અઠવાડિયા સુધી એસવીએસ અને એલવીએ ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં એફએસઆઈના પરિણામ આવ્યાના મહિનાઓ બાદ ઠગ દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે,

જેના પરિણામે ઠગ દંપતી તેમના મળતિયા સાથે ભૂગર્ભમાં ઉતરી ગયું છે. ઠગાઈનો ભોગ બનનાર યુવકે – વર્ષ ૨૦૨૩થી ૨૦૨૪ દરમિયાન કુલ ૧૩ લોકો સમક્ષ પોતાની અરજી સ્વરૂપે રજૂઆત કરવી પડી ત્યારે આખરે સીઆઈડી કાઈમે એક વર્ષ બાદ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસની શરૂઆત કરી છે. નિકોલમાં નરનારાયણ ડુપ્લેક્સમાં રહેતા જલ્પિન ભીમાલી તેમના પરિવાર સાથે રહે છે.

નાણાં રોકાણ બાબતે સલાહ આપવાનો વેલ્થ મેન્જમેન્ટનો પોતાનો વ્યવસાય કરે છે. પાંચ વર્ષ પહેલા ન્યુ રાણીપમાં રહેતા જીગરભાઈ મણિનગરમાં અવેલ્લી શેર બ્રોકિંગ કંપનીમાં નોકરી કરતા હતા. જલ્પિનભાઈના મોટા ભાઈનું તેમાં ડીમેટ એકાઉન્ટ હતું. વર્ષ ૨૦૨૧માં આરોપી જીગરે ફરિયાદી જલ્પિનના મોટા ભાઈને ફોન કરીને કહ્યું કે, મે મણિનગરની બ્રોકિંગ કંપની માંથી નોકરી છોડીને ટેનસ્કોપ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની શરૂ કરી છે.

જેમાં હું અને મારી પત્ની સપના ડાયરેક્ટર છીએ. તમારૂં અગાઉ જે કંપનીમાં ડીમેટ એકાઉન્ટ હતું તે હું જ ઓપરેટ કરતો હતો. ત્યારબાદ ઠગ દંપતી જશ્વિનભાઈ અને તેમના મોટાભાઈને મળવા માટે આવ્યા અને અમારી કંપની દ્વારા આઈપીઆમાં રોકાશ કરશો તો ૧૭% વધુ વળતર અપાવીશું તેમ કહ્યું હતું. બાદ યુવક તેના ભાઈએ રૂ. ૧૪ હજારના આઈપીઓ લીધા હતા

જેની સામે આરોપીએ રૂ. ૨૫ બજારનું વળતર અપાવ્યું હતું. આમ કરીને વિશ્વાસ ઊભો કર્યો હતો અને બાદમાં ઠગ દંપતીએ વધુ રોકાણ કરાવ્યું હતું. ફરિયાદી યુવકનું પણ ડીમેટ ખાતું હતું, પણ જેથી જલ્પિનભાઈએ તેમના મિત્રો અને પરિચિતો પાસેથી ધીમે ધીમે કરીને રૂ.૪૨ કરોડનું અલગ અલગ કંપનીના આઈપીઓ તથા અન્ય કંપનીના શેર માર્કેટમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ ઠગ દંપતીએ ફૂલેકું ફેરવી રૂ.૪૨ કરોડની ઠગાઈ આચરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.