અબુધાબી બાદ હવે મોસ્કોમાં બનશે હિન્દુ મંદિર

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને રશિયાની સત્તાવાર મુલાકાતે જવાના છે. પરંતુ ભારત અને રશિયા બંનેમાં આ પ્રવાસને લઈને ઉત્સાહ છે. દરમિયાન, રશિયામાં પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણની માંગ તેજ બની છે.
રશિયામાં ભારતીય સમુદાયે ૮ જુલાઈના રોજ વડા પ્રધાન મોદીની મોસ્કો મુલાકાત પહેલાં અહીં હિંદુ મંદિરના નિર્માણની માંગને તેજ કરી છે. ૮ જુલાઈએ પીએમ મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે.ઈન્ડિયન બિઝનેસ એલાયન્સ અને ઈન્ડિયન નેશનલ કક્ચરલ સેન્ટરે આ માંગણી કરી છે.
ઈન્ડિયન બિઝનેસ એલાયન્સના પ્રમુખ સ્વામી કોટવાણીએ રશિયાનું પહેલું હિન્દુ મંદિર મોસ્કોમાં બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.આ મંદિર ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનશે. મોસ્કોમાં નિર્માણ થનાર આ હિન્દુ મંદિર માત્ર ભારતીયો માટે એકતા અને આકર્ષણનું કેન્દ્ર નહીં બને. બક્કે, તે રશિયા અને ભારત બંને વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક પણ બની જશે.
હિંદુ ધર્મ એ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે, જે રશિયામાં સતત વધી રહ્યો છે. રશિયામાં ખ્રિસ્તીઓની વિશાળ વસ્તી હોવા છતાં, હિન્દુ ધર્મ સતત વધી રહ્યો છે. જો કે, મોસ્કો અને પીટર્સબર્ગમાં પહેલેથી જ ઇસ્કોન મંદિરો છે. પરંતુ આવા મંદિરો સાદી ઇમારતોમાં છે.
નેપાળ અને ભારત જેવા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં હિન્દુ ધર્મ સૌથી વધુ અનુસરવામાં આવે છે. પરંતુ રશિયામાં હિન્દુ ધર્મનો ફેલાવો ૧૯૦૦ના દાયકામાં જોવા મળ્યો હતો. બ્રિક્સ સંમેલન પહેલા હિંદુ મંદિરને લઈને કરવામાં આવેલી આ માંગ વધુ મહત્વ ધરાવે છે.SS1MS