અંબાણી, બચ્ચન પછી TMKOC દિલીપ જોશી ખતરામાં
મુંબઈ, નાગપુર કંટ્રોલ રૂમે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને એલર્ટ કરી દીધું અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જાેશી પર ખતરો મંડરાઇ રહ્યો છે.
After Ambani, Bachchan, TMKOC’s DilipJoshi under threat
એક અજાણ્યા શખ્સે નાગપુર કંટ્રોલ રૂમને કોલ કરીને દાવો કર્યો કે ૨૫ હથિયારધારી લોકો દિલીપ જાેશીના ઘરને ઘેરીને ઉભા છે. આ સાંભળતા જ નાગપુર પોલીસે મુંબઇ પોલીસને એલર્ટ કરી છે.
આ અજાણ્યા શખ્સનો કોલ ૧ માર્ચે આવ્યો હતો. તેના એક દિવસ પહેલા એટલે કે ૨૮ ફેબ્રુઆરીએ મુંબઇ પોલીસને બાતમી મળી હતી કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
જાે કે તપાસ બાદ એવું કંઇ મળી આવ્યું નહીં પરંતુ આ કલાકારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ૧ માર્ચે નાગપુર કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ પોલીસને જણાવવામાં આવ્યું કે દિલીપ જાેશીના ઘરની બહાર હથિયારો અને બંદૂકો સાથે ૨૫ લોકો ઉભા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફોન કરનારે તેનું નામ કાટકે જણાવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોલ કરનાર એ જ વ્યક્તિ હતો જેણે મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ પછી નાગપુર કંટ્રોલ રૂમે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને એલર્ટ કરી દીધું અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે તેણે કેટલાક લોકોને વાત કરતા સાંભળ્યા હતા કે આ ૨૫ લોકો વિવિધ ગતિવિધિઓને અંજામ આપવા માટે મુંબઇ આવ્યા છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ નંબર કથિત રીતે એક છોકરાનો છે જે નવી દિલ્હીમાં સિમ કાર્ડ કંપનીમાં કામ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છોકરાને ખબર નહોતી કે તેના નંબરનો ઉપયોગ (સ્પૂફ) કરવામાં આવ્યો છે.
કોઈએ એક ખાસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કૉલ કર્યો હતો. પોલીસ અસલી કોલરને શોધવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નાગપુર પોલીસે મુંબઈ પોલીસને એલર્ટ કર્યા બાદ પોલીસ તરત જ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલા પર પહોંચી ગઈ હતી.
જાે કે, તપાસ હાથ ધરવામાં આવી હતી અને કંઈ મળ્યું ન હતું. રિપોર્ટ અનુસાર, કોલરે એવો પણ દાવો કર્યો હતો કે આતંકી હુમલાને અંજામ આપવા માટે ૨૫ હથિયારધારી લોકો પણ મુંબઈના દાદર પહોંચ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જુહુ, વિલે-પાર્લે અને ગામદેવીમાં પણ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં બે એક્ટર્સના ઘર છે.SS1MS