અમૂલ બાદ બરોડા ડેરીએ પણ ભાવમાં વધારો કર્યો
વડોદરા, સતત વધતી મોંઘવારી વચ્ચે અનેક વસ્તુઓના ભાવ લોકોને ડઝાડી રહ્યાં છે. તાજેતરમાં અમુલે તેના પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો, તો હવે અન્ય ડેરી પણ ભાવ વધારા તરફ વળી છે. અમૂલ બાદ વડોદરાની બરોડા ડેરીએ દહીં, છાશના ભાવમાં વધારો કર્યો છે.
દહી છાશમાં રૂપિયા ૧ થી લઈને ૧૫ રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. ૫ ટકા જીએસટી વધતા આ વધારો કરાયો છે. ગઈકાલથી જ નવા દર લાગુ કરાયા છે.
જાણો કઈ વસ્તુમાં કેટલો ભાવ વધ્યો સુગમ મસ્તી દહીં કપ ૨૦૦ ગ્રામના ૨૦ રૂપિયાથી વધારી નવો ભાવ ૨૧ કર્યો, સુગમ મસ્તી દહીં કપ ૪૦૦ ગ્રામના ૩૮ રૂપિયાથી વધારી નવો ભાવ ૪૦ કર્યો, સુગમ મસ્તી દહીં પાઉચ ૧ કિલોના ૬૦ રૂપિયાથી વધારી નવો ભાવ ૬૫ કર્યો, સુગમ મસ્તી દહીં પાઉચ ૫ કિલોના ૩૦૦ રૂપિયાથી વધારી નવો ભાવ ૩૧૫ કર્યો, ગોરસ જીરા છાશ પાઉચ ૧૯૦ એમએલ ૬ રૂપિયાથી વધારી નવો ભાવ ૭ રૂ. કર્યો, ગોરસ જીરા છાશ પાઉચ ૪૦૦ દ્બઙ્મ ૧૧ રૂપિયાથી વધારી નવો ભાવ ૧૨ રૂ કર્યો ગોરસ છાશ પાઉચ ૫ લીટરના ૧૩૦ રૂ થી વધારી નવો ભાવ રૂ ૧૪૦ કર્યો.
આ ઉપરાંત આગામી મંગળવારે બરોડા ડેરીની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાશે, જેમાં ડેરીના કામકાજના વાર્ષિક અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવશે. ગત સપ્તાહમાં અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. અમુલ દહીના ૪૦૦ ગ્રામના પાઉચ પર ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ૧ કિલો દહીંના પાઉચ પર રૂપિયા ૪ નો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે ૨૦૦ ગ્રામ દહીંના કપમાં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ૪૦૦ ગ્રામ દહીંના કપમાં રૂપિયા ૨ નો વધારો કરવામાં આવ્યો છે. અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો કર્યો છે.૫૦૦ એમએલ છાશના પાઉચ પર ૧ રૂપિયાનો વધારો કર્યો છે. ૧ લિટર છાશના પાઉચ ઉપર કોઈ ભાવ વધારો સામે આવ્યો નથી.HS1MS