Western Times News

Gujarati News

બીજી વખત માતા બન્યા બાદ અનુષ્કા કામ પર પરત ફરી

મુંબઈ, બોલિવુડની સ્ટાર એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હાલમાં જ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. અનુષ્કા બીજા બાળકના જન્મ બાદ કેમેરા સામે જોવા મળી નથી, પરંતુ હવે એક્ટ્રેસે તેની એક તસવીર શેર કરીને તેની એક ઝલક બતાવી છે.

અનુષ્કા શર્માના ફેન્સ તે રાહ જોઈને બેઠાં છે કે તે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની આઈપીએલ ટીમ આરસીબીની મેચ જોવા માટે ભારત આવે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માના બાળકનો જન્મ ૧૫ ફેબ્રુઆરીએ થયો હતો ત્યારથી તે લંડનમાં છે. અનુષ્કા શર્માએ તેની પહેલી ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે એક જાહેરાતમાં જોવા મળે છે.

અનુષ્કાએ તેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે વ્હાઈટ શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં એક્ટ્રેસના ફેસ પર બિગ સ્માઈલ જોવા મળી રહી છે. અનુષ્કા શર્માની પોસ્ટ પર ફેન્સ જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે અનુષ્કાને આઈપીએલમાં મિસ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું છે કે ભાભી ભૈયા કો બોલો કેકેઆર સે પંગા કરે, મેદાન મેં મનોરંજન કી કમી હો રહી હૈ.

આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે સ્ટેડિયમમાં આરસીબીને ચિયર કરવા માટે તમારી યાદ આવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે આટલા દિવસ પછી આવ્યા છો. આ સિવાય અન્ય યુઝર્સ તેની પોસ્ટ પર રેડ હાર્ટ ઈમોજી મોકલી રહ્યા છે. અનુષ્કા શર્મા છેલ્લાં ત્રણ મહિનાથી લંડનમાં છે.

તેના પુત્ર અકાયનો જન્મ પણ લંડનમાં થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં જ તેના પુત્ર સાથે ભારત પરત ફરશે. વિરાટ કોહલી માટે અનુષ્કા શર્મા પુત્ર અકાય કોહલી અને પુત્રી વામિકા કોહલી સાથે લંડનથી પરત ફરશે. તમને જણાવી દઈએ કે વિરાટ પણ પત્નીની પ્રેગ્નેન્સી બાદ લાંબી રજા પર હતો, પરંતુ આઈપીએલ સાથે તે પરત ફર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.