જેલથી મુક્ત થયા બાદ સરકાર પાસે માગ્યું ૧૦ હજાર કરોડનું વળતર
ઈન્દોર, રતલામમાં રહેતો આદિવાસી સમુદાયનો એક વ્યક્તિએ ગેંગ રેપના આરોપમાં નિર્દોષ જાહેર થતાં ખોટા આરોપમાં ૬૬૬ દિવસ સુધી જેલમાં રહેવા બદલ મધ્યપ્રદેશની સરકાર સામે ૧૦,૦૦૬ કરોડથી વધુનો દાવો માંડ્યો છે. જેમાંથી ૧૦ હજાર કરોડ રૂપિયા ‘ભગવાન તરફથી માણસોએ ગુમાવેલી ગિફ્ટ… જેમ કે, સેક્સુઅલ પ્લેઝર’ માટે માગવામાં આવ્યા છે.
ઓક્ટોબર ૨૦૨૨ના રોજ યુવકને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ૩૫ વર્ષીય અરજાર કાંતુ ઉર્ફે કાંતિલાલ ભીલ ભલે જેલમાંથી બહાર આવી ગયો હોય પરંતુ હજી તેને નિયમિત અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે.
તેનું કહેવું હતું કે, તેના પર લાગેલા ખોટા આરોપોના કારણે થયેલી જેલના લીધે માત્ર તેણે જ યાતના સહન નથી કરી પરંતુ તેની પત્ની, બાળકો અને વૃદ્ધ માતાને પર ભારે પીડામાંથી પસાર થવું પડ્યું હતું. કાંતુએ કહ્યું હતું કે, ‘બે વર્ષના જેલવાસ દરમિયાન જે વેદના મેં સહન કરી છે તેને વર્ણવી શકું તેમ નથી. મારા પરિવારને ઈનરવેઅર ખરીદવા પણ પોસાય તેમ નથી. મેં જેલમાં ઠંડી અને ગરમીના દિવસો કપડાં વગર દિવસો કાઢ્યા છે.
જેલમાં રહેવાના કારણે મને ચામડીનો રોગ થયો છે અને અન્ય કેટલીક બીમારીઓ પણ ઘર કરી ગઈ છે, જેમાં માથાનો દુખાવો પણ એક સમસ્યા છે, જેલમાંથી બહાર નીકળ્યા બાદ પણ રાહત મળી નથી’. કાંતુના પરિવારમાં છ સભ્યો છે અને તે એક માત્ર કમાનારો છો. ‘
જરા વિચારો કે મારા વગર તેમના પર શું વીત્યું હશે’, તેમ તેણે ઉમેર્યું હતું. ભગવાનની દયાથી હું જેલમાંથી બહાર આવી ગયો છે’, તેમ કાંતુએ કહ્યું હતું અને વકીલે એક પણ રૂપિયાની ફી લીધા વગર કેસ લડ્યા હોવાનું કહ્યું હતું. હવે તેને જેલના સળીયા પાછળ પસાર કરેલા દરેક દિવસનું વળતર જાેઈએ છે.
ઈન્ડેમ્નિટી (નુકસાન સામે ચૂકવાનું વળતર) અરજીમાં પોલીસ પર તેની વિરુદ્ધ ‘ખોટા, બનાવટી અને બદનક્ષીભર્યા નિવેદનો’ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ખોટા આરોપોના લીધે તેનું જીવન અને કરિયર ખરાબ થઈ ગયું.
વેપાર, વ્યવસાય, પ્રતિષ્ઠા અને સન્માન ગુમાવવું, શારીરિક નુકસાન અને માનસિક પીડા, પારિવારિક જીવનની ખોટ અને શિક્ષણ તેમજ કરિયરની આગળ વધારવા માટે ગુમાવેલી તક માટે તેણે ૧ હજાર કરોડનું વળતર માગ્યું છે.
આ સિવાય તેણે ૧૦ હજાર કરોડ રૂપિયા ‘ભગવાન તરફથી માણસોએ ગુમાવેલી ગિફ્ટ… જેમ કે, સેક્સુઅલ પ્લેઝર’ માટે ૧૦ હજાર કરોડ માગ્યા છે. આ સાથે જેલમાં રહેવા દરમિયાન થયેલા કાયદાકીય ખર્ચ માટે ૨ લાખ માગ્યા છે.SS1MS